Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : રેલ્વે ફ્રેઇટ કોરીડોરમાં ગરીબ ખેડૂતોનાં સંપાદન થયેલ જમીનના કેસો ઝડપથી નિકાલ કરવા જીલ્લા કલેકટર થકી રાજ્ય સરકારને આવેદન અપાયું.

Share

ભરૂચ જીલ્લાના ખેડૂતોએ આજરોજ કલેકટર સાહેબને આવેદન પાઠવ્યું હતું જેમાં ભરૂચ જીલ્લાના તાલુકા ભરૂચ, આમોદ, અંકલેશ્વર, પીપલિયા, દહેગામ, પાદરીયા, કુકરવાડા, ત્રાલસા, મનુબર, પરીએજ, ઓચ્છણ, ઇખર, તેલોદ, વાંતરસા, ત્રાલસી, પનોલી, દીવા, પીરામણ, સરફૂદીન, ભડકોદ્રા, કાપોદરા, ઉમરવાડા, અંકલેશ્વર, ટંકારીયા, સક્કરપોર, થામ, દોરા, દેરોલ, મહુધલાની ગામોની જમીનો રેલ્વે ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર બાંધવાના જાહેર હેતુ ઇ.સ.૨૦૦૯ ની સાલમાં સંપાદન કરી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.

આટલા વર્ષો દરમ્યાન વકીલ દ્વારા વારંવાર ગાંધીનગર મુકામે મૌખિક તેમજ લેખિતમાં કેસો ચલાવવા તાકીદ કરતા આવેલ પરંતુ નામદાર ગુજરાત સરકાર તરફથી કેસો ચલાવતા આરબી ટ્રેટરની નિમણુક કરવામાં આવતી નથી. જેમાં કેસોમાં આગળની કોઈ જ કાર્યવાહી થતી નથી. ગરીબ ખેડૂતોની કીમતી અને ફળદ્રુપ જમીન દેશના તેમજ રાજ્યના હિતમાં સાર્વજનિક હિત માટે સંપાદિક જમીનોનો કબજો પણ જે તે સમયે સંપાદક સંસ્થાને સુપરત કરેલ છે.

ઉપર દર્શાવેલ ભરૂચ જીલ્લાના ગામોની જમીનો રેલ્વે ફ્રેઇટ કોરીડોરમાં સંપાદિત થયેલ જમીનોનું ખુબ જ નજીવી બજાર કિંમત નક્કી કરી પ્રતિ ચો.મી ના રૂ. ૯ થી રૂ. ૬૬ મુજબ ચૂકવવામાં આવેલ છે. તેમજ હાલમાં આશરે ૧૨ વર્ષનો સમય વીતી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા કેસોનો નિકાલ કરવા આરબી ટ્રેટરની નિમણુક ન થતા કેસોમાં વિલંબ થયો છે. જેથી આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર થકી રાજ્ય સરકારને નિવેદન આપવમાં આવ્યા હતા જેમાં સમગ્ર ભરૂચ જીલ્લાના ૫૦ થી વધુ ખેડૂતો પોતાના હક માટે લડત આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી એલ સી બી પોલીસે જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી પાડયા…

ProudOfGujarat

માંગરોળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તાલુકાના ધારાસભ્ય માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આધ્યાત્મિક સંસ્થાના બહેનોનું સન્માન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરના ખાલપીયા ગામની સીમમાંથી ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટના કેબલ વાયરનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!