પ્રાપ્ત માહિતી મુજબ માંગરોલ તાલુકાના 6 જેટલાં ગામોમાં સુરત અને બારડોલી વિજિલન્સ સ્કવોડના અધિકારી એચ.આર.મોદી ના માર્ગદર્શન અને દોરવણી હેઠળ માંગરોળ તાલુકા બાર જેટલાં ગામોમાં વિજિલન્સની 14 જેટલી ગાડીઓ સાથે ત્રાટકી હતી. લવેટ, ઇશનપુર, નાંદોલા, પાતલદેવી, ભડકુવામાં વિજિલન્સની ટીમો સવારે ત્રાટકી હતી.
જેમાં 46 થી વધુ ઘરો માંથી વિજચોરી ઝડપાય હતી. રૂપિયા 14 લાખ દંડના વિજબીલો ફટકારવામાં આવતા વિજચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો. માંગરોળના ડી.ઇ.નયન ચૌધરી, બારડોલી ડિવિઝનના એચ.આર.મોદી, સુરત ડિવિઝનના એન.એસ.ચૌધરી, ડી.ડી.પટેલ તેમજ સ્કવોડના અધિકારીઓ હાજર રહ્યા હતા. વિજિલન્સની ટીમો ગમે ત્યારે ગમે ત્યાં ત્રાટકી શકે છે.
Advertisement
વિનોદ મૈસૂરિયા : વાંકલ