સમગ્ર દેશના 22 રાજ્યોમાં પ્રસરી ગયેલ સમિતિ એટલે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ છે ત્યારે ગુજરાતના 33 જીલ્લામાં આ સમીતી હાલ કામ કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જીલ્લા પ્રમુખ તરીકે કલ્પેશ વાઢેર કાર્યભાર સંભાળી રહ્યા છે જેમાં આજે ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણના નેતૃત્વમા આજરોજ લીંબડી કેળવણી મંડળ સંચાલિત એઆરએસ સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો એસ.જી.પુરોહિતને પોતાની કામગીરીને અનુરૂપ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ કોલેજના છાત્રોને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની કામગીરી બાબતે જાણકારી આપી હતી ત્યારે આ છાત્રો સમિતિથી પ્રભાવિત થયા હતા ત્યારે આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, જીલ્લા મહામંત્રી ડીયુ પરમાર, જીલ્લા મીડિયા સેલ પ્રમુખ જેજે મોરી, લીંબડી શહેર પ્રમુખ નંદકિશોરભાઈ ચૌહાણ, લીંબડી શહેર પ્રમુખ મહિલા વિગ દક્ષાબેન વાઘેલા અને લીંબડી મહામંત્રી એરીક સમા હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમનુ સંચાલન આજ કોલેજના કિશોરભાઈ ભેસાણીયા અને અરવિંદભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી કેળવણી મંડળ સંચાલિત એઆરએસ કોલેજના પ્રિન્સીપાલને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
Advertisement