અંકલેશ્વરના સુકાવલી ડમ્પિંગ એરીયામાં અન્ય ગામોનો કચરો ઠલવાતો હોવાની જાણ થતા એક ટ્રેકટર ચાલકને ઝડપી તેની પૂછરછ કરતા તે અંકલેશ્વરના બહારના વિભાગમાંથી કચરો ઠાલવવા આવ્યો હોવાનું અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષ બખ્તિયાર ખાનને જણાવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના જવાબદાર અધિકારી સુપરવાઇઝર હાર્દિકભાઈને આ વિશે પૂછતા તેઓને આ બાબતે કોઈ જાણ ન હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સેનીટાઈઝ વિભાગના કર્મચારીને પૂછતા તેઓને પણ આ બાબતે કોઈ જાણ ન થઇ હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકા પ્રમુખને પણ પૂછતા તેઓને આ અંગે જાણ ન હોવાથી પાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
અગાઉ અંકલેશ્વર નગરપાલિકા ડમ્પિંગ એરિયામાં શેડ પણ ચોરી થયા છે તે રીતેની અવ્યવસ્થિત કામગીરી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા હદ્દ વિસ્તાર સિવાયના લોકો કઈ રીતે કચરો નાંખી જાય તે તપાસનો વિષય બનેલ છે. જેથી વિપક્ષી દ્વારા નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનો નાણાકીય સાઈડ બિઝનેસનો નથી શરૂ કરવામાં આવી રહ્યો ને.? તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર