Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? જાણો શું છે વાસ્તવિકતા

Share

પેટ્રોલ અને ડીઝના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ મહિનામાં 10 દિવસમાં પેટ્રોલ જ્યાં 2.80 રૂપિયા મોંઘુ થયું તો ડીઝલના ભાવમાં 3.30 રૂપિયાનો વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ એકવાર ફરીથી સોમવારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

સતત સાતમાં દિવસે ભાવ વધારાથી ઈંધણની કિંમત રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું એક નિવેદન સામે આવ્યુ છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યુ- તેલની કિંમતો વધુ નથી, આ કિંમતોમાં ટેક્સ પણ સામેલ છે. ફ્રી વેક્સિન તો તમે લીધી હશે, તેના પૈસા ક્યાંથી આવશે? તમે વેક્સિન માટે રૂપિયા આપ્યા નથી, આ રીતે (પેટ્રોલ-ડીઝલ પર લાગેલા ટેક્સથી) રૂપિયા ભેગા કર્યા. કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું આ નિવેદન 9 ઓક્ટોબરનું છે, જેમણે અસમમાં આ નિવેદન આપ્યું હતું.

Advertisement

Share

Related posts

વરના હુસૈને તેની આગામી ફિલ્મ “દિલ બિલ” માટે તેનું શૂટ પૂર્ણ કર્યું.

ProudOfGujarat

કાવ્યા થાપરનું નવું ગીત પારસ અરોરા સાથે ઝી મ્યુઝિક પર રિલીઝ થયું.

ProudOfGujarat

લીંબડી ગાયત્રી મંદિર રોડ પર બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!