દેશની રાજધાની દિલ્હીમાં એક પાકિસ્તાન આતંકવાદી પકડાયો છે. પોલીસે આતંકી પાસેથી એક AK-47 ગન અને ગોળા બારૂદ પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે રાજધાનીના લક્ષ્મીનગર વિસ્તારથી પાકિસ્તાની આતંકીને પકડ્યો છે. આતંકવાદીની પાસેથી AK-47, 50 ગોળી અને હેન્ડગ્રેનેડ મળ્યાં છે. તેની પાસેથી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યો છે. પોલીસને તેની પાસેથી એક નકલી આઈડી પણ મળ્યું છે, જેમાં દિલ્હીના શાસ્ત્રીનગરના એડ્રેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ IDમાં તેનું નામ અલી અહમદ લખવામાં આવ્યું છે. મોહમ્મદ અશરફ ભારતીય નાગરિક બનીને રહી રહ્યો હતો.
તેના માટે તેમણે પોતાનું નકલી નામ પણ રાખ્યું હતું અને નકલી આઈડી કાર્ડ પણ બનાવ્યું હતું. તે દિલ્હીના શાસ્ત્રીનગરમાં આરામ પાર્ક વિસ્તારમાં એક ઘરમાં રહેતો હતો. ભારતીય આઈડી કાર્ડ બનાવવા માટે તેણે નકલી દસ્તાવેજોનો પણ ઉપયોગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, આ આતંકી દિલ્હીમાં એક મોટો આતંકવાદી હુમલો કરવા આવ્યો હતો. તેને ISIએ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. તે નેપાળના રસ્તે ભારતમાં આવ્યો હતો. સ્પેશિયલ સેલે તેની પાસેથી એક હેન્ડબેગ, બે મોબાઈલ ફોન જપ્તા કર્યા. એ પછી એક એકસ્ટ્રા મેગેઝિનની સાથે એક AK-47, એક હેન્ડ ગ્રેનેડ, 50 રાઉન્ડની પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. દિલ્હીના તુર્કમાન વિસ્તારમાં તેના ઘરેથી એક ભારતીય પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે.