શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ- ભરૂચ દ્વારા આયોજિત નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાર્કિંગ, માનસનગર રોડ, ઝાડેશ્વર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંતો દ્વારા દિપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ વેળાએ સંસ્થા દ્વારા સંતોને ફુલમાળા પહેરાવ્યા બાદ સંતો દ્વારા ડોકટર્સની ટીમને સન્માનિત કરાયા હતા.
આ વેળા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતએ સંસ્થાની કામગીરીને બિરદાવી સંસ્થાના હોદેદારોને સમાજલક્ષી આવી સુંદર કામગીરી કરવાની ભગવાન સ્વામિનારાયણ શકિત આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પની ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત વેળાએ આગેવાનસર્વ મારૂતિસિંહ અટોદરીયા, ધર્મેશભાઇ મિસ્ત્રી અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા. નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, આગેવાન મારૂતિસિંહ અટોદરીયા તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા ડોકટર્સ પાસે પોતાનું બીપીની માપણી કરાવી હતી.
આ વેળાએ ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ તથા ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ યોજી આજુબાજુના વિસ્તાર માટે એક સરાહનીય કામગીરી કરી છે તેમણે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. તેમણે આ વેળાએે સંસ્થાના આગેવાનો અને સુરતના બાર ડોકટર્સની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના પ્રમુખશ્રી લક્ષ્મણભાઇ કંબોડીએ સંસ્થાની કામગીરીની વિગતો આપતા કહયું હતું કે સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ત્રીજો છે જયારે સર્વ રોગ નિદાન કેમ્પ પ્રથમ વખત કરવામાં આવેલ છે. આ કેમ્પનો લાભ સમાજના લોકો તેમજ ભરૂચ શહેર તથા આજુબાજુના વિસ્તારના લોકો લાભ લઇ શકે તે માટે આયોજન કરવામાં આવેલ છે. સમાજમાં સારી પ્રવૃતિઓ સતત ચાલતી રહે તેવી અમારી સંસ્થાની નેમ રહેલી છે. આ કેમ્પમાં સંસ્થાના હોદેદારો- યુવા ટીમ- ખોડલધામ સમિતિ તેમજ મીડીયાના મિત્રોએ આપેલ સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
આ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનો ૨૧૫ લોકોએ લાભ લીધો હતો. જયારે બ્લડ ડોનેશન કેમ્પમાં પર 52 લોકોએ રકતદાન કર્યું. આ કેમ્પને સફળ બનાવવા શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના હોદેદારો, સભ્યો, યુવા મિત્રો, ડોકટર્સ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.