બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આજે તેનો 79 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે આખો દેશ અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યો છે. બોલીવુડ શહેનશાહનું જીવન એક ફિલ્મી સ્ટોરી જેટલું જ રોમાંચક છે. આજે પણ ફિલ્મોમાં કે જાહેરાતોમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે, અમિતાભ બચ્ચનની ફિટનેસનું રહસ્ય છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈ ગંભીર છે. અમિતાભ બચ્ચન હેલ્થનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. અમિતાભ બચ્ચન ન માત્ર કસરત કરે છે પરંતુ ડાયેટિંગનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. જો તમે પણ એટલા જ ફિટ અને એક્ટિવ રહેવા માગો છો તો તેમના ડેઈલી રૂટીનને ફોલો કરી શકો છો.
અમિતાભ બચ્ચનનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ હરીવંશ રાય બચ્ચન હતું. તેમના પિતા હિન્દી જગતના પ્રખ્યાત કવિ રહ્યા છે. તેમની માતાનું નામ તેજી બચ્ચન હતું. તેનો અજિતાભ નામનો એક નાનો ભાઈ પણ છે. અમિતાભનું નામ પહેલાં ઇન્કિલાબ હતું, પરંતુ તેમના પિતાના સાથી કવિ સુમિત્રાનંદન પંતના કહેવા પર તેમનું નામ અમિતાભ રાખવામાં આવ્યું હતું. અમિતાભ બચ્ચને તેમના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ ચોકલેટ અને પેસ્ટ્રી ખાવાનું ટાળતા હોય છે. તેઓ ચોકલેટ અને પેસ્ટ્રી બિલકુલ ખાતા નથી. આ વસ્તુઓમાં ઘણી ચરબી અને કેલેરી હોય છે. તેમાં ઘણા ફ્લેવર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી.
અમિતાભ બચ્ચન નૈનિતાલની શેરવુડ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીની કિરોરિમલ કોલેજમાં અભ્યાસ કર્યો. તે ભણવામાં પણ ખૂબ સારો હતો અને તે વર્ગના સારા વિદ્યાર્થીઓમાં ગણાતો હતો. ક્યાંક આ ગુણો તેમના પિતા તરફથી આવ્યા કારણ કે તે એક જાણીતા કવિ પણ હતા. અમિતાભ બચ્ચનના કારકિર્દીની શરૂઆત તે સમયમાં થઈ જ્યાં લોકો ફિલ્મમાં હીરો બનવા માટે તત્પર હતા. એવા પાત્રોનું ચલણ હતું, સામાજિક ખૂણામાં નાયકની ભૂમિકામાં યોગ્ય હતા. અમિતાભે એવા જ કેટલાય પૉઝિટીવ પાત્રો પડદા પર જીવંત કર્યા. ‘અલાપ’માં તે એક એવા પાત્રમાં હતા, જે મોહબ્બતનો હીરો હતો. આ હીરો વર્ષ 1981માં ‘સિલસિલા’માં ફરી એક વાર પ્રેમના ત્રાજવામાં તોળવામાં આવ્યો. અમિતાભ ફક્ત પ્રેમની પરિભાષા બનીને નથી રહ્યા. તેમણે સમાજના અનેક હીરો તરીકે પોલીસના ભારને પોતાના ખભે ઉઠાવ્યો છે. ‘શોલે’માં તે ગામડાંઓ માટે કુરબાન થયા, તો ‘જંજીર’ અને ‘શહેનશાહ’માં પોલીસના યુનિફોર્મમાં તે હીરો બન્યા.
શહેનશાહનો ડાયલૉગ “રિશ્તે મેં હમ તુમ્હાપે બાપ લગતે હૈં” આજે પણ સામાન્ય લોકોની વાતચીતમાં સાંભળવા મળે છે. સિલસિલો અહીં જ આવીને અટકતો નથી પણ તે ખુદા-ગવાહ, મજબૂર, અમર અકબર એંથની, લાવારિસ, સૌદાગર અને અભિમાન જેવી કેટલીય ફિલ્મોમાં આવા હીરો બનતા રહ્યા છે. અમિતાભ બચ્ચનને તેમની શ્રેષ્ઠ અભિનય ફિલ્મ માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ સિવાય તેને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 12 ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. અમિતાભ બચ્ચનની શ્રેષ્ઠ ફિલ્મોમાં ‘અગ્નિપથ’, નિશાબાદ, બંટી ઓર બબલી, ચિની કમ, પા, બ્લેક, પીકુ સામેલ છે. અમિતાભ બચ્ચનનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. તેમની માતા તેજી બચ્ચન કરાચીની હતી અને પિતા ડો.હરીવંશ રાય બચ્ચન હિન્દીના પ્રખ્યાત કવિ હતા. શરૂઆતમાં અમિતાભનું નામ ઇન્કિલાબ રાખવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી સુમિત્રાનંદન પંત જે પ્રખ્યાત કવિ છે તેમને તેનું નામ ‘અમિતાભ’ રાખ્યું છે.