વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સંલગ્ન પાંખ શ્વાબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ અને જ્યુબીલન્ટ ભારતીયા ગ્રુપે આજે કરો સમભાવના પ્રાંશુ સિંઘાલને સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર – ઇન્ડિયા 2021નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો. આ એવોર્ડ વિશ્વભરના વિવિધ ક્ષેત્રોની વિખ્યાત વ્યક્તિઓની હાજરીમાં યોજાયેલી એક વર્ચ્યુઅલ વિધિમાં ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. કે. વિજય રાઘવન દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. વિજેતાઓનું સન્માન કરતા અને SEOY એવોર્ડ ઇન્ડિયા 2021ના ફાઇનાલિસ્ટને અભિનંદન આપતા ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. કે. વિજય રાઘવનએ જણાવ્યું હતુ કે, “આ વૈશ્વિક રોગચાળો એક મોટી કટોકટી રહ્યો છે અને સામાજિક સાહસિકો સમાજના દરેક વર્ગમાં સૌથી વધુ સંવેદનશીલ લોકો માટે કટોકટી બચાવકર્તા તરીકે આગળ આવ્યા છે, આવા પડકારો હલ કરવા માટે તેમના વિચારો, કાર્ય અને યોગદાનને ધ્યાનમાં રાખીને શ્વાબ ફાઉન્ડેશન અને જ્યુબિલેન્ટ ભરતીયા ફાઉન્ડેશનને એક દાયકાથી વધુ સમયથી આ સામાજિક સાહસિકોને ઓળખવાની આ અનોખી પહેલ માટે હું બિરદાવું છું.”
ભરૂચ : પ્રાંશુ સિંઘાલએ 12 મો સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર (SEOY) એવોર્ડ જીત્યો.
Advertisement