માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજમાં વન વિભાગ સુરત, વન વિભાગ માંગરોળ તેમજ વાંકલ રેન્જનાં સંયુક્ત ઉપક્રમે વન્યજીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ તેમજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીના કાર્યક્રમમાં તજજ્ઞ વક્તા તરીકે ડૉ.અરુણ ધોળકિયાએ વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણને સંબંધિત ગંભીર પ્રશ્નો અને તેની જાળવણી માટે કેવા પગલાં લઈ શકાય તેમજ પર્યાવરણને બચાવવા માટે હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં તજજ્ઞ વક્તા તરીકે ડૉ.અરુણ ધોળકિયા,માંગરોળ રેન્જનાં આર.એફ.ઓ જે.જી.ગઢવી, ડૉ.રાજેશ સેનમા, ડૉ.ધર્મેશ મહાજન, ડૉ.મેઘના અધ્વર્યું, ડૉ.દિલીપ ભાયાણી, વનવિભાગનાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
વિનોદ મૈસુરિયા : વાંકલ