અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે ચોરીની ઘટનાઓ ઘણી વધી રહી છે. ત્યારે અંકલેશ્વરમાં આવેલ પીરામણ ચાર રસ્તા પર આવેલ આદર્શ સ્કૂલની લાઈનનાં જુનેદ એપાર્ટમેન્ટના મકાન નં.308 માં ચોરી થવા પામી હતી. ચોરી અંગે અંકલેશ્વર પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો.
આસપાસના રહીશ સાથે વાત કરતા જાણ થઇ હતી કે મકાન માલિક પોતાના અંગત કામ માટે ઘર બંધ કરી અને ભરૂચ આવવા નીકળ્યા હતા. જે બાદ લગભગ બે-ત્રણ કલ્લાક બાદ ઘરે પહોંચતા ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરમાં દરેક સામાન વેર વિખેર થઇ ગયો હતો. જે બાદ પોલીસ સ્ટેશન જઈને પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ હાથધરી હતી. ઘરમાંથી 15 હજાર જેટલાં રોકડ રૂપિયા સહીત સોનાની વીંટી, બુટ્ટી અને અન્ય સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી હતી.
જુનેદ એપાર્ટમેન્ટમાં આજરોજ ચોથી વાર ચોરીની ઘટના સર્જાઈ હતી. એપાર્ટમેન્ટના માલિક દ્વારા સેફટી અંગે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેથી તાત્કાલિક ધોરણે કામ હાથ ધરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે. સીસીટીવી ફૂટેજ અંગે જાણકારી મેળવતા સીસીટીવીની સ્ક્રીન બગડેલ હોવાથી એપાર્ટમેન્ટ મુદ્દે કોઈ પ્રકારની વ્યવસ્થા જોવા મળી ન હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર