SMA-1 નામક બીમારીથી પીડાતા પાર્થ પવારના પરિવારજનોને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા અટકાવવામાં આવ્યા હતા. ભરૂચમાં લોકાર્પણ કાર્યક્રમમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપવા માટે આવ્યા હતા. પાર્થ પવારના પરિવારજનો મુખ્યમંત્રી પાસે સહાય માટે રજૂઆત કરવા માટે જવાના હતા.
જુગલ પવારના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીને મળવા પહોંચે તે પહેલાં જ તેમની તંત્ર દ્વારા મુલાકાત કરતા અટકાવી મુખ્યમંત્રીના ગયા સુધી કાર્યક્રમથી દુર બેસાડી રાખવામાં આવ્યા હતા. પ્રોટોકોલને લઈને તેમને મુખ્યમંત્રી સાથે મળતા અટકાવવામાં આવ્યા, તેઓના જણાવ્યા અનુસાર તેઓ ફકત તેઓના બાળક માટે સહાયની આશા સાથે ગયા હતા.
પાર્થ પવારની હાલત અર્થે થોડી ઘણી સહાય થઈ શકે તે માટે જુગલ પવાર નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે મદદ માટે જઈ રહ્યા હતા પરંતુ અંકલેશ્વર પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારે અટકાયત અંગે જુગલ પવારે તંત્રને પૂછતાં અનેક બહાનાઓ કરીને દૂર બેસાડી રાખવામા આવ્યા જતાં અને કહેવામા આવ્યું હતું કે કોરોના પ્રોટોકોલને કારણે કોઈ પણ વ્યક્તિ નવા સી.એમને ન મળી શકે. જે ઘણી નિંદનીય બાબત છે. જો કોરોના જ કારણ હોય તો ભુપેન્દ્ર પટેલે સમગ્ર કાર્યક્રમ દરમિયાન માસ્ક વગર ફર્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર