પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે. મહત્વનું છે કે ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, અહીં ઉલ્લેખનિય છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભાજપની તમામ પેનલોનો ભવ્ય વિજય થતા વડાપ્રધાન મોદીએ ટ્ટ્વીટ કરી, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત તમામને જીતની શુભેચ્છાઓ આપી હતી, જો કે ગુજરાતના રાજકારણમાં બદલાવ બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવનાર છે ત્યારે ગુજરાતમાં ત્યારે ગુજરાતને લઈને મહત્વનું જાહેરાત પણ કરવામાં આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ગુજરાતમાં સત્તા પરિર્વતન બાદ નવી સરકાર રચાઈ છે એવામાં ગુજરાતમાં ભાજપના સિનિયમ મંત્રીઓને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, આજે જ જૂના મંત્રીઓને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તેમજ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપાના મોટા નેતાઓને ભાજપની આ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે એવામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે.અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોકે કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરીને ભાજપમાં અળખામણાં થયા હતા.