Proud of Gujarat
FeaturedGujaratINDIA

આણંદ : વિવાહ પાર્ટી પ્લોટમાં ધાર્મિક કાર્યક્રમના નામે હાઈપ્રોફાઈલ ગરબાનું આયોજન: કિંજલ પણ વિવાદમાં

Share

કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિ ઉજવવાની છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે. ત્યારે આણંદના પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા નીતિ નિયમોને નેવે મુકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.આણંદના એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સરકાર દ્વારા કોમર્શિયલ ગરબાનું આયોજન કરવાની છૂટછાટ આપવામાં આવી નથી. એવામાં કરમસદના વિવાહ પાર્ટી પ્લોટમાં સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસની હાજરીમાં લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ પણ આ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ આ ગરબા કાર્યક્રમમાં ગુજરાતી સિંગર કિંજલ દવે પણ ઉપસ્થિત રહી હતી. રસપ્રદ બાબત તો એ છે કે સમગ્ર ગરબામાં કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. જે અંગેની માહિતીના આધારે વિદ્યાનગર પોલીસ ત્રાટકી હતી અને ગરબા બંધ કરાવ્યા હતા.રસપ્રદ બાબત તો એ છે કે, ઉત્સવ ઉજવણીના અતિરેકમાં જે પરમીશન લેવાઈ હતી તેમાં નિ:શુલ્ક પ્રવેશની વાત કરાઈ હતી. જોકે, આમ છતાં પાસ આપવામાં આવ્યા હતા તેમાં રૂપિયા એક હજાર એન્ટ્રી ફી વસૂલાઈ હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત એસ.ટી નિગમ દ્વારા કરજણ – શિનોર – પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં ઓપન હાઉસ મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : આજરોજ વધુ 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1816 થઈ.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનાં પાંચ સભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!