કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટથી લખીમપુર જવા રવાના થયા છે. આ પહેલા રાહુલ ગાંધી એરપોર્ટ પર જ ધરણા પર બેઠા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે તેઓ લખીમપુર સુધી તેમના વાહનોમાં જવાની પરવાનગી મળ્યા બાદ જ એરપોર્ટથી જવા રવાના થશે. લાંબા સમય પછી, વહીવટીતંત્રએ તેની મંજૂરી આપી. આ પછી રાહુલ ગાંધી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની લખીમપુર જવા રવાના થયા હતા. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે લખનૌ મુલાકાતે છે. તેમની સાથે સચિન પાયલટ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને કેસી વેણુગોપાલ પણ હશે. લખનૌમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કલમ 144 લાગૂ કરાઈ છે. લખનૌ રવાના થતા પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા જેનો ભાજપના નેતા સંબિત પાત્રાએ જવાબ આપ્યો. આ બાજુ યુપી સરકારે હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી આપી દીધી છે. યુપી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપી દીધી છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કુલ 5 લોકો લખીમપુર ખીરી જઈ શકે છે. આ બાજુ રાહુલ ગાંધી પણ લખનૌ માટે રવાના થઈ ગયા છે. એરપોર્ટ પર વિવાદ બે બાબતોનો હતો. વહીવટી તંત્ર દ્વારા રૂટ અને વાહનો નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ રાહુલે તેના દ્વારા જવાની ના પાડી હતી. અને રાહુલ ગાંધી એરપોર્ટ પર જ ધરણા પર બેઠા હતા. આ સિવાય પ્રશાસન રાહુલને એરપોર્ટના બીજા ગેટ પરથી નીકાળવા માંગતું હતું. પરંતુ રાહુલે કહ્યું કે તે મુખ્ય દ્વારથી જ જશે. વહીવટી તંત્ર રાહુલને સીધા લખીમપુર જવાનું જણાવ્યુ હતું,પરંતુ રાહુલે કહ્યું કે તે પહેલા સીતાપુર જશે અને ત્યાંથી પ્રિયંકા સાથે લખીમપુર જશે. અંતે વહીવટીતંત્રએ રાહુલની તમામ વાતો સ્વીકારી હતી. લખીમપુર ખીરી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં રાજકારણમાં ત્રણ હોટ સ્પોટ બન્યા છે. બહારાઈચમાં જ્યાં રાકેશ ટિકૈતની ઉપસ્થિતિમાં ખેડૂત ગુરવિંદરના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ તરફ રાહુલ ગાંધી પણ આજે લખનઉથી સીતાપુર થઈને લખીમપુર ખીરી જશે.
રાહુલની સાથે પંજાબમાં CM ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢના CM ભૂપેશ બધેલ, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ પણ જશે.
રાહુલ 5 સભ્યોના ડેલિગેશન સાથે બપોરે 1:30 વાગે લખનઉ એરપોર્ટ પર પહોંચશે. તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી આપી દીધી છે. લખનઉમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બીજી બાજુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના આગમનની માહિતી પર 10 હજાર ખેડૂતો લખીમપુર ખીરીમાં ભેગા થવાની ધારણા છે. આવી સ્થિતિમાં સ્થળ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. લખીમપુર ખેરી, સીતાપુર અને બહરાઈચમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.