Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાવવાની વણથંભી પરંપરા યથાવત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં કેટલીક કંપનીઓ દ્વારા આડેધડ વાયુ પાણી તેમજ ઘન કચરાના રૂપમાં પ્રદુષણ ફેલાવવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. તેને લઇને જીઆઇડીસી આસપાસના ગામોના લોકોના આરોગ્ય તેમજ ખેતીની જમીનની ફળદ્રુપતા સામે નજીકના ભવિષ્યમાં ખતરો ફેલાવાની દહેશત પેદા થઇ છે. આને લઇને જીઆઇડીસીમાં કેટલાક ભાંજઘડીયા પરિબળો મેદાનમાં આવ્યા હોવાની લોકચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે. વરસાદી માહોલનો ગેરલાભ ઉઠાવી ઝઘડીયા જીઆઈડીસીની કેટલીક કંપનીઓ આડેધડ પાણી તેમજ વાયુ પ્રદુષણ ફેલાવતી હોવાની વાતો સામે આવી છે.

ઝઘડીયા જીઆઇડીસીમાં પ્રદૂષણ ફેલાવવાનું હવે સામાન્ય થઈ ગયું છે. રોજેરોજ ઝઘડિયા જીઆઇડીસીના કોઈ એકમ દ્વારા જાહેરમાં પ્રદૂષણ ફેલાવવાની ઘટના બહાર આવે છે. આને લઇને જવાબદાર જીઆઇડીસી તંત્ર તથા જીપીસીબીની બેદરકારીની ચર્ચાઓ પણ બહાર આવી રહી છે. આમાં ખરેખર તંત્રની બેદરકારી છે કે પછી મિલીભગત છે તે બાબતે તાલુકામા રહસ્યમય પ્રશ્નાર્થ સર્જાયો છે. આજરોજ જીઆઇડીસીમા આવેલી વરૂણ બેવરેજ લિમિટેડ (પેપ્સી) કંપની દ્વારા વરસાદી કાંસમાંથી જાહેરમાર્ગ પર લાલ કલરનું પ્રદુષિત પાણી છોડવામાં આવ્યુ હોવાની ધટના બહાર આવી છે અને સોશિયલ મિડીયામાં એક જાગૃત નાગરીકના આ બાબતના નિવેદનનો વિડીઓ વાયરલ થતા જીઆઇડીસીમાં ફેલાવાતા પ્રદુષણ બાબતે તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે.

જીઆઇડીસી નજીકના ગામોના કેટલાક જાગૃત નાગરીકો દ્વારા આ માટે ગાંધીનગર કક્ષા સુધી સઘન રજુઆત કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે. આ બાબતે સ્થાનિક આગેવાનોની સચેતતાથી ઝઘડિયા જીઆઈડીસીની મોનીટરીંગ ટીમને જીપીસીબીને જાણ કરતા તપાસ હાથ ધરી હતી. આ પાણી કંપનીમાંથી નજીકમાં આવેલા તળાવ સુધી પહોંચી શકે છે જે તળાવના પાણીનો ઉપયોગ આજુબાજુના ગામના પશુઓ પીવા માટે કરતા હોય છે. આ પ્રદુષિત પાણી ખરેખર કંપની દ્વારા છોડવામાં આવ્યુ છે કે કેમ તે બાબતે ન્યાયિક અને તટસ્થ તપાસ કરવા જવાબદારો આગળ આવે તેવી લોકલાગણી જાણવા મળી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ કંપની સંચાલકો દ્વારા બહાર નીકળતા પ્રદુષિત પાણીના પીએચ ચેક કરવામાં આવતા પાણી પશુ પણ નહી પી શકે તેટલા પીએચ નુ હોવાનું જાણવા મળ્યું હતું ! જેથી આ પાણી પ્રદુષિત હોવાનું કંપની મેનેજમેન્ટે પણ કબુલ્યુ હોવાની વાત સામે આવી છે અને આ પાણી પ્રદુષિત કેવી રીતે થયું છે એ વિષયમાં યોગ્ય તપાસ જરુરી હોવાની ચર્ચાઓ પણ સ્થાનિક ગ્રામજનોમાં ઉઠવા પામી છે. જાણવા મળ્યા મુજબ ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનને આ વાતની જાણ કરવામાં આવતાં એસોસિએશનની મોનિટરિંગ ટીમ દ્વારા પ્રદુષિત પાણીના સેમ્પલ લઈ ચેક કરવામાં આવ્યા હતા.તાજેતરમાં ઝઘડીયા જીઆઇડીસીમાં વિવિધ પોઇન્ટ પર ૪૦ જેટલા સીસી ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે ત્યારે અહિ સવાલ એ ઉભો થાય છેકે જીઆઇડીસીની કેટલીક કંપનીઓ બાજ નજર ધરાવતા કેમેરાને પણ ધોઇ પીએ છે?!

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સુરત કર્મચારી વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા એસીબીનાં છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો.

ProudOfGujarat

ભરૂચ-અંભેટાની ગુજરાત ફ્લોરા કેમિકલ્સ કંપની સાથે કર્મીઓના પ્રતિક ઉપવાસ…

ProudOfGujarat

નડિયાદમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!