ગુજરાતની તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી 44 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. આજરોજ કુલ 228 બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપે 175 બેઠકો પર કબજો મેળવ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની કુલ 76 ટકા બેઠકો જીતવામાં સફળતા મેળવી છે. ભારતીય જનતા પાર્ટીનો રાજ્યની પેટા ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તથા ગાંધીનગર મહાનગરપાલિકાની બેઠકો પર ભવ્ય વિજય મેળવવા બદલ ચૌટાનાકા મેગના આકેર્ડ ભાજપ ઓફીસ ખાતે મીઠાઇ વહેંચી અને ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
આ વિજય ઉત્સવમાં અંકલેશ્વર શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, નગરપાલિકા કારોબારી ચેરમેન સંદીપ પટેલ, શહેર માહામંત્રી જીજ્ઞેશ અંદારીયા, યુવા ભાજપ શહેર પ્રમુખ દક્ષેશ મોદી સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દરેક પક્ષની મળીને કુલ 184 જેટલી સીટો ફાળવવામાં આવી હતી જેમાં ભાજપા દ્વારા 136 સીટો સાથે વિજય મેળવવામાં આવ્યો હતો. અંકલેશ્વર પંથકમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો.
Advertisement