Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભાડભુત ઓવારા ખાતેથી બોટ તથા વર્ના ગાડીમાંથી ભારતીય બનાવટનો દારૂ સાથે પાંચ ઝડપાયા.

Share

એક તરફ રાજ્યમાં દારૂબંધી છે ત્યારે બુટલેગરો દારૂના જ્થ્થાનું વેચાણ કરવા માટે કોઈને કોઈક રસ્તો શોધી જ રહ્યા છે ત્યારે બુટલેગરો બેફામ બન્યા છે ભરુચ એલ.સી.બી દ્વારા બોટમાં આવતો લાખોનો ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂનો જથ્થા સહિત પાંચ બુટલેગરના કિમિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે પૈકી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે ભરૂચ તાલુકાના ભાડભુત ગામે નર્મદા નદીના ઓવારા પર બોટમાંથી દારૂનો જથ્થો ઉતારી અને વર્ના ગાડીમાં ભરતી વખતે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો સહિત બીયરની ટીન મળીને કુલ 1031 નંગ દારૂ જેની કિમત 1,44,500/- સહિત વર્ના ગાડી જેની કિમત 4,00,000/- સહિત બોટ નંબર -GJ 16 MN 312 કિં.રૂ.1,00,000/- અને મોબાઈલ નંગ 2 કિં.રૂ. 10,000 મળી કુલ મુદ્દામાલ ૬,૫૪,૫૦૦ સહિત પાંચ જેટલા હાજર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓ :-

Advertisement

(૧) નવીન ઉર્ફે ડોન રણછોડભાઇ પટેલ રહે, નવી ઉચેટીયા વડવાળુ ફળિયું તા.ઝઘડીયા જી.ભરૂચ
(૨) હરેશભાઈ કાળિયાભાઈ વસાવા રહે, રાણીપુરા વસાવા ફળિયું, તા.ઝઘડીયા જી.ભરૂચ
(૩) નિલેષભાઈ મેલાભાઈ વસાવા રહે, તા.ઝઘડીયા જી.ભરૂચ
(૪) દશરથભાઈ સુરેશભાઇ વસાવા રહે તા.ઝઘડીયા જી.ભરૂચ
(૫) અજીતભાઇ ધનાભાઇ વસાવા રહે, ગોવાલી નવી નગરી તા.ઝઘડીયા જી.ભરૂચ

વોન્ટેડ આરોપી :

(1) રાજુભાઇ
(2) મનુબેન રાયજીભાઇ સોમાભાઇ પટેલ


Share

Related posts

રાજ્યસભાનાં સાંસદ અહેમદ પટેલ વાંદરી ગામનાં લોકોની વ્હારે આવ્યા નાંદોદ ધારાસભ્ય પી.ડી વસાવાને તાત્કાલિક 500 થી વધારે કિટો જીવન જરૂરિયાત મંદ લોકો માટે રાહત સામગ્રી મોકલાવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન પાસે કોમી એખલાસ જાળવણી અને પ્રસાર માટે ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!