ગુલાબ વાવઝોડાને પગલે સમગ્ર અંકલેશ્વરની અંદર વરસાદના કારણે પાલિકાની પ્રી-મોન્સુનની કામગીરીની પોલ ખુલી હોય તેવું લાગી રહ્યું છે પંથકની અંદર ઉભરાતી ગટરો તથા રોડ-રસ્તાઓને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
આજરોજ પણ અંકલેશ્વરના વોર્ડ નંબર ચારમાં આવેલ તીર્થ નગર સોસાયટીના સ્થાનિકોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીનો નિકાલ ન આવતા અંકલેશ્વર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો કોઈપણ પ્રકારની કામગીરી ના કરતા હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઉભરાતી ગટરોને લઈને અને વરસાદી કાસના પાણીનો નિકાલ ના આવતા છેવટે તીર્થ નગરના સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વહેલીતકે અંકલેશ્વર નગરપાલિકા વરસાદી પાણીનો નિકાલ અને ઉભરાતી ગટરનો નિકાલ લાવે તેવી મીડિયા સમક્ષ પાલિકાને સ્થાનિકોએ રજૂઆતો કરી હતી.
અવરજવર માટે એક જ રસ્તો હોય અને લોકોએ એવા ગંદા પાણીમાથી બાળકો સહિત નોકરિયાત લોકોએ પણ પસાર થવું પડતું હોય છે ત્યારે પંથકમાં બીમારી ફેલાવાનો પણ ભય સ્થાનિકોને સતાઈ રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઉભરાતી ગટરોને લઈને કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર