Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાનાં નદીસર તાલુકા પંચાયત બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય.

Share

ગુજરાતમાં આજે ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અન્ય જિલ્લાઓમાં તથા તાલુકાઓમાં પેટાચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે. એવામાં ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયતની થયેલ પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.  

ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયત બેઠક પર પેટાચૂંટણી કરવામાં આવી હતી જેમા  આપ અને ભાજપ વચ્ચે ટક્કર હતી જેમાં ભાજપને 3056 મત જ્યારે આપ ને 2026 મત મળ્યા હતા. ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયત બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયત બેઠક પર 75 % જેટલું મતદાન થયું હતું. જેમાં આજે સવારે ગોધરાના મામલતદાર કચેરી ખાતે નદીસર તાલુકા પંચાયત બેઠકની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવારને 3056 મત જ્યારે આપ ના ઉમેદવાર ને 2026 મત મળ્યા હતા. આથી ભાજપના ઉમેદવાર રાધાબેન ભગવાનભાઈ પરમારનો 1030 મતથી ભવ્ય વિજય થયો હતો અને વિજય મેળવ્યા બાદ ભાજપના ઉમેદવાર રાધાબેન ભગવાનભાઈ પરમાર દરેક કાર્યકર્તાઓ સાથે ગોધરાના કમલમ ખાતે જઈ જીત ની ઉજવણી કરી હતી. જયારે આપ અને કોગ્રેસના ઉમેદવારોને મતદારોએ જાકારો આપ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદમાં બિયરના જથ્થા સાથે મહિલા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

સુરતના ઋગ્વેદનો જન્મના દિવસે જ પાસપોર્ટ તૈયાર, 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો પહેલો કિસ્સો

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નીચલા વિસ્તારમાં પાણી ભરાતાં ખેડૂતોનાં પાકને નુકસાન થતા નાંદોદનાં ધારાસભ્ય પી.ડી વસાવાએ અસરગ્રસ્તોને મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!