અંકલેશ્વર પંથકમાં આવેલ સ્ટાર એવન્યુ સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા દસ દિવસથી રજૂઆત કરવા છતાં પણ કામ ના થતાં છેવટે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્ટાર એવન્યુ વિસ્તારમાં છેલ્લા સાત થી આઠ દિવસથી ગટરો ઉભરાઇ રહી છે જેમાથી સતત દુર્ગંધ મારતું પ્રદુષિત પાણી નીકળી રહ્યું છે. સ્ટાર એવન્યુ બિલ્ડીંગના ગેટની બહાર જ પાલિકા દ્વારા ગટરોની સમસ્યાને લઈને 6 ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં તંત્રએ ખાડો ખોદીને તે જ હાલતમાં છોડી દિધો હોવાથી અવરજવર કરનારને ઘણી મુશ્કેલી થઈ રહી છે. ખાડાને લઈને કોઈને જાનહાનિ પહોંચે તો જવાબદારી કોની જેવી ચીમકીઓ ઉઠી હતી. બિલ્ડિંગનાં મુખ્ય ગેટ પાસે જ આ સમસ્યા થઈ હોવાને કારણે સ્થાનિકજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જ્યારે મિડિયા દ્વારા નગરપાલિકાના પ્રમુખ સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે ચેમ્બર કંપલેઇન તેઓ પાસે આવી હતી જેમાં ચેમ્બર વિભાગના અધિકારીઓને તાત્કાલિક મોકલવામાં આવ્યા હતાં જોકે ચેમ્બર લાઇન જુની હોવાથી લાઇન મળતી ના હતી જોકે હવે મળી ગઇ છે અને આ કામ થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે અને પણ પબ્લીકની સમસ્યાનું પણ નિરાકરણ પણ આવી જશે એમ નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : વોર્ડ નંબર ૭ માં આવેલ સ્ટાર એવન્યુ સોસાયટીના સ્થાનિકો ઉભરાતી ગટરોને લઈને પરેશાન…
Advertisement