મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપમાં ડ્રગ્સ મળ્યા બાદ નવી નવી વાતો સામે આવી રહી છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના અધિકારીઓએ શાહરુખના દીકરા આર્યનના કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી. કોર્ટે આર્યનને એક દિવસની કસ્ટડી આપી હતી. NCBને દરોડા પહેલાં જ ખ્યાલ આવી ગયો હતો કે ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી થવાની છે અને આજ કારણે અધિકારીઓ પેસેન્જર બનીને ક્રૂઝમાં ચઢ્યા હતા. NCBએ આર્યનની અટકાયત કરી તે પહેલાં સુધી આર્યન મિત્રો સાથે મોજમાં જોવા મળ્યો હતો. આ તસવીર સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે. મુંબઈમાં મધદરિયે રેવ પાર્ટીમાં સામેલ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પકડવા માટે NCB એ સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી.
સૂત્રોના જણાવ્યાં મુજબ શાહરૂખ ખાનના પુત્ર આર્યનના ડ્રગ પેડલરો સાથે સંપર્ક અંગે એજન્સીને પહેલેથી સૂચના મળી રહી હતી. જેવી તેમને રેવ પાર્ટી અંગે માહિતી મળી કે તેમણે દરોડો પાડી દીધો. NCB સૂત્રોના જણાવ્યાં મુજબ જે સમયે રેવ પાર્ટી થવાની હતી ત્યારે ત્યાં 1200થી 1300 લોકો હાજર હતા. NCB ને તે ભીડમાં 8થી 10 લોકોની તલાશ હતી. એજન્સીને આ પાર્ટીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના સામેલ થવાની પાક્કી સૂચના મળી હતી. એનસીબીએ આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ પર નજર રાખવા માટે અલગથી એક અધિકારી તૈનાત કર્યો હતો.
આર્યન ખાન સાથે થયેલી વાતચીતમાં આર્યને જણાવ્યું હતું કે, તેઓ પાર્ટીમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આર્યને પાર્ટીમાં સામેલ થવા અંગે પણ કોઈ રૂપિયા લીધા ન હતા. તેમણે દાવો કર્યો છે કે, પાર્ટીના આયોજકો દ્વારા તેમના નામનો ખોટો ઉપયોગ કરીને લોકોને પાર્ટીમાં બોલાવ્યા હતા. આ મામલે NCB એ આર્યનના ફોનને જપ્ત કર્યો છે અને તેમની ચેટ અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.
નોંધનીય છે કે, આર્યન ખાનની લેન્સની ડબ્બીમાંથી પણ ડ્રગ્સ મળી આવ્યું છે. NCB ને તપાસ દરમિયાન ક્રુઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ MDMA ડ્રગ્સની ટેબલેટ્સ તથા 10 ગ્રામ MD મળ્યું છે.આર્યન ખાન ઉપરાંત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે શાહરુખ ખાને દીકરાને બચાવવા માટે 2 વકીલો NCBની ઓફિસ મોકલ્યા છે. હાલમાં બંને વકીલો ઓફિસમાં છે.
સુનીલ શેટ્ટીએ ડ્રગ્સ પાર્ટી કેસ પર નિવેદન આપ્યું છે. એક્ટરે કહ્યું હતું કે જ્યારે પણ દરોડા પડે છે ત્યારે અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવે છે. આપણે પહેલેથી જ એવું માનીને ચાલીએ છીએ કે કોઈ પણ બાળકે ડ્રગ્સ લીધું જ હશે. હજી તપાસ ચાલુ છે. તે બાળકને થોડો સમય તો આપો.દિલ્હી હેડ ક્વાર્ટરથી આ આખા કેસ પર નજર રાખવામાં આવી રહી છે. NCBના અધિકારીએ કહ્યું હતું કે આ કેસમાં કાયદાકીય તપાસ ચાલુ છે અને આ કેસમાં જે પણ જોડાયેલા છે, તે તમામ વિરુદ્ધ ફરિયાદ થશે.