ઉત્તરપ્રદેશમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર દ્વારા ચાર ખેડૂતોને કચડી નાંખવાની ઘટના બનતા પ્રિયંકા ગાંધી ભોગ પામેલા ખેડૂતોને મળવા જતાં પોલિસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી આ બાબત લોકશાહીની હત્યા સમાન છે અને આવી ઘટના દેશના માથે કલંક સમાન છે. આ ઘટનાને ઉમરપાડા કોંગ્રેસ પરિવારે સંપૂર્ણ રીતે વખોડી કાઢી છે અને પ્રિયંકા ગાંધીને તાત્કાલિક ધોરણે છોડી દેવાની માંગ કરીએ છીએ.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા, અશોકભાઈ, સેવાદળ પ્રમુખ ભુપેન્દ્ર વસાવા, માજી પ્રમુખ રામસીંગભાઈ વસાવા, મહામંત્રી હિતેશભાઇ પટેલ, ધારાસિંહ ગંભીરભાઈ વગેરે કાર્યકરો હાજર મામલતદાર મારફતે મહામાહિમ રાજયપાલને મોકલવામાં આવ્યું.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ