Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા લખીમપુર ખીરીમાં હિંસક પ્રવૃતિમાં મૃત પામેલ ખેડૂતના સમન્સમાં ગૃહ રાજ્યમંત્રીના દીકરા સામે કડક પગલાં લેવા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું.

Share

છેલ્લા કેટલાક સમયથી દેશમાં હિંદુત્વ ધરાવતા હિન્દુઓ ખતરામાં છે તેવી વાતો થઈ રહી છે તેવી વાતો કરનારા લોકશાસનમાં ખેડૂતો સલામત નથી, મહિલા સલમતા નથી, યુવાનો સલામત નથી. ગઈકાલે લખીમપૂર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં મૃત્યુયાંક 9 થયો છે. તેની અસર ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ થઈ હતી. લખીમપુર જતાં અટકાવવાના કારણે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ રસ્તા પર જ ધરણા પર બેઠા હતા. ગતરોજ દેશના ગૃહ રાજ્યમંત્રીના દીકરાએ ખેડૂત પર ગાડી ચલાવી અને ખેડૂતની હત્યા કરી હતી.

આ એક લોકતંત્ર પરનો હુમલો છે જેને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવી છે. જેથી આજરોજ મહમુનીમ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. આવા હત્યારાઓને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે અને ગૃહરાજ્ય મંત્રીને મંત્રી પદથી ઉતારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

મુખ્યમંત્રીને સંબોધીને પણ એક આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું, જેમાં ભરૂચ જીલ્લામાં આગોતરા વરસાદને કારણે જે ખેડૂતોએ વાવણી કરી હતી તે ખેડૂતોનો પાક હવા પ્રદૂષણને કારણે નાશ પામ્યો હતો જે બાદ અતિવૃષ્ટિ થતાં નુકશાન થવા પામ્યું છે ત્યારે સરકાર દ્વારા હાલ સુધી કોઈ કંપની વિરુધ્ધ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી ખેડૂતોને કોઈ રાહત આપી નથી. જો સરકાર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ મોટું આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.


Share

Related posts

शाहरुख खान कुछ इस तरह कर रहे है एसिड पीड़ित महिलाओं की मदद

ProudOfGujarat

અંકલેશ્વરની નાલંદા સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

ડાંગના સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!