નવલા નોરતાને ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે. રાજકોટ સહિત ગુજરાભરમાં નવરાત્રિના આગમનની તૈયારીની શરૂઆત થઈ ગઇ છે. કોરોનના કારણે ગત વર્ષે શેરીમાં થતી પ્રાચીન ગરબી અને અર્વાચીન રાસોત્સવને મંજૂરી મળી ન હતી. પરંતુ આ વર્ષે અર્વાચીન ગરબીને બાદ કરતા શેરી ગરબીને મંજૂરી મળી છે. ગત વર્ષે લોકોએ ઘરે રહી માની આરાધના કરી હતી. પ્રાચીન ગરબીઓને મંજૂરી મળતા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભારે વરસાદે કારણે કાચા ગરબા ન બનતા આ વર્ષે 30 રૂપિયાના ગરબાના ભાવ વધીને 50 થયા છે. તેમજ 50થી 1000 સુધીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે, હાલ તો લોકોમાં ફેન્સી ગરબાની માંગ વધી છે. માતાજીના આરાધનાનુ પર્વ એટલે નવરાત્રિ.
બે દિવસ બાદ નવરાત્રિનું પર્વ શરૂ થવાનુ છે. જેમાં નવ દિવસ સુધી ગરબો પ્રગટાવી માતાજીની આરાધના કરવામા આવે છે. ત્યારે અનેક કારીગરો માટીનો ગરબો બનાવવાના કામને આખરી ઓપ આપી રહ્યાં છે. અમદાવાદના પ્રજાપતિ પરિવાર માટીના દેશી ગરબા બનાવવામા વ્યસ્ત બની ગયા છે. માટીના ગરબા બનાવી ટેબ પર કલર કામ અમે ડેકોરેશન કામ કરવામાં આવે છે. આ વર્ષે બજારમાં હાલ નવી ડિઝાઇનવાળા તથા ફેન્સી ગરબા આવ્યા છે. છતા દેશી ગરબાની માંગ યથાવત છે. હજુ પણ લોકો માટીના દેશી ગરબા લેવાનો આગ્રહ રાખે છે અને ઘરે સ્થાપના કરે છે. જો કે આ વર્ષે ગરબાની ખરીદી થોડી મોડી જોવા મળી રહી છે.
ખરીદી પ્રમાણમાં ઓછી થઈ રહી છે. સાથે જ આ વર્ષે માટીના ગરબામાં રૂપિયા 5 થી 10 નો વધારો જોવા મળી રહ્યો છે. કાંણાવાળા માટલાની અંદર દીપ પ્રકટાવવામાં આવે એટલે તેને ગરબો કહેવાય. ગરબો એટલે જેના ગર્ભમાં દીપકનું પ્રાગટ્ય થયુ હોય એ. ગરબાને માથે રાખીને અથવા વચ્ચે રાખીને નૃત્ય કરવુ એટલે નવરાત્રિ.