Proud of Gujarat
FeaturedGujaratINDIA

કીમ ખાતે આવેલા એલ.સી. નં.૧૫૮ પરના માર્ગને  ૩૧મી ડીસેમ્બર સુધી ડાયર્વટ કરાયો.

Share

જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય. બી. ઝાલા દ્વારા એક જાહેરનામા દ્વારા સાહોલ-કીમ-માંડવી રોડના કીમી ૧૦/૪ પર કીમ ગામમાં આવેલા એલ.સી. નં.૧૫૮ (સાયણથી કીમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવાની કામગીરી શરૂ હોવાથી આ રસ્તા પરથી (બન્ને તરફના) વાહનો પરનો પ્રતિબંધ લંબાવીને તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી કરવામાં આવ્યો છે. જેથી વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સમય દરમિયાન વૈકલ્પિક રીતે ડાયવર્ઝન તરીકે નીચે મુજબ માર્ગ પરથી વાહનો પસાર થઈ શકશે.

(૧) ને.હા.નં. ૪૮ થી આંબોલી થઇને કઠોર-વેલંજા-સાયણ-સાંધિયેર-ઓલપાડ-માસમા-સરોલી- સુરત રૂટ પર બંને તરફ જઇ શકશે.
(૨) અંકલેશ્વર તથા આજુબાજુથી આવતા વાહનો ને.હા. નં.૪૮ થી કોસંબા ચોકડીથી કોસંબા- ખરચ-પાંજરોલી-ઓભા-સાહોલ-કદરામા-ઓલપાડ-માસમા-સરોલી થઇ સુરત રૂટ પર બંને તરફ જઇ શકશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વડોદરાનાં માંજલપુર વિસ્તરમાં 5 વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા મોત

ProudOfGujarat

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાઓ સારવાર માટે છે, એને આગોતરા પગલાં તરીકે લેવાની નથી આ દવાઓ ડૉકટરનાં પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ.

ProudOfGujarat

અંકલેશ્વર ડુપ્લિકેટ માર્કશીટ અને ચલણી નોટોના પ્રકરણમાં કોર્ટે ભરૂચ પોલીસ સામે લાલ આંખ કરી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!