Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તથા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડ (જીઆઇડીસી નોટીફાઇડ ઓફિસ) દ્વારા એક મહત્વકાંક્ષી સીસીટીવી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેકટનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઝઘડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ પંજવાણી, ડીવાયએસપી ચીરાગ દેસાઈ, પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, રાજેશભાઈ નાહતા, સુનીલ શારદા, નરેન્દ્રભાઈ ભટ્ટ, અનીશ કચ્છી,ઝઘડીયા પીઆઇ વસાવા તેમજ તલોદરા, ફૂલવાડી, દઢેડા, વિગેરે ગામોના સરપંચો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ પંજવાણીએ આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વકાંક્ષી અને તમામને ઉપયોગી ગણાવ્યો હતો અને આવનાર સમયમાં તેને વધુ અધતન અને વિકસિત કરવામાં આવશે એમ જણાવ્યુ હતુ. આ પ્રોજેક્ટ અંતર્ગત ઝઘડિયા જીઆઇડીસી માંથી પસાર થતા વરસાદી કાંસ તથા ખાડીના પ્રવાહના‌ માર્ગ પર પણ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે જેથી હવે આડેધડ જાહેરમાં પ્રદુષિત પાણી છોડનારા ઔદ્યોગિક એકમો પર ચાંપતી નજર રાખવામાં કેમેરા ‌ઉપયોગી‌ બનશે તેમ જણાવાયુ હતું. ભરૂચ જિલ્લા પોલીસ જિલ્લા વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૪ લોકેશન પર ૪૦ જેટલા કેમેરા મૂકીને સમગ્ર જીઆઈડીસી વિસ્તારને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. ૪૫ દિવસના બેકઅપ અને ઓપ્ટિકલ ફાઇબર દ્વારા કનેક્ટ કરી એમપીઆર ટેકનોલોજી સાથેના હાઇડેફિનેશન કેમેરા ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ જીઆઈડીસી વિસ્તારમાં અસામાજિક તત્વોની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવામાં મદદરૂપ બનશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ગુનેગારો સુધી પહોંચવામાં સહાયરૂપ થશે. આ પ્રોજેક્ટને ભવિષ્યમાં વધુ અપડેટ કરવામાં આવશે એમ જણાવાયુ હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી બે બાઈક સવાર ફરાર

ProudOfGujarat

નવરંગ બિટ્સ ગ્રુપ દ્વારા નડિયાદના ગરબા પ્રેમી યુવક યુવતીઓ માટે “નવરંગ નવરાત્રી મહોત્સવ” ઉજવાશે.

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના નાગરિકોનો નગરપાલિકા પર હલ્લાબોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!