સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આજરોજ આજે લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. રમતાં રમતાં બાળક નીચે પટકાવાની ઘટના CCTVમાં થઈ કેદ થઈ છે.
મળતી માહિતી અનુસાર ફ્લેટના આગળના પેસેજમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું અને આ દરમિયાન તે નીચે પટકાયું. આ ઘટના માતા-પિતા અને પરિવારજનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના પેસેજમાં એક બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો. દરમિયાન તેણે શારીરિક સમતોલન ગુમાવ્યું હતું અને તે નીચે પટકાયો હતો.
જેમાં તેનું કરુણ મોત થયું હતું. CCTVમાં કેદ દૃશ્યોમાં બાળક જ્યારે પેસેજની ગ્રિલ પકડી ઉપર ચઢી રમી રહ્યું હતું ત્યારે એમાં કોઇ પરિવારજન નજીકમાં દેખાઈ રહ્યાં નથી.મહદંશે શહેરોમાં હાઈરાઈઝ એપાર્ટમેન્ટ્સમાં આ પ્રકારની ગ્રિલ ગેલરીમાં અને ફ્લેટના વચ્ચેના પેસેજમાં આપણને જોવા મળતી હોય છે. આવા સમયે ઘરમાં નાનાં બાળકો હોય તો સુરતમાં બનેલી આ ઘટના ચેતવણીરૂપ કિસ્સો છે કે એક નાનીસરખી બેદરકારી બાળકનો જીવ લઈ શકે છે.