Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી મંડળના તમામ મહિલા સહિતના તલાટી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા.

Share

ગુજરાત ભરમાં છેલ્લા ઘણા સમયથી તલાટીના પડતર પ્રશ્નો બાબતે ગુજરાત તલાટી કમ મંત્રી મંડળ લડત ચલાવી રહ્યુ છે તેમ છતાં સરકાર ટસની મસ થઈ રહી નથી ત્યારે બીજી તરફ તલાટી મંડળ પણ પાછી પાની કરવા તૈયાર નથી ત્યારે પહેલા કાળી પટ્ટી ધારણ કરી, ત્યારે બાદ એક દિવસીય પેન ડાઉન કાર્યક્રમ યોજો તેમ છતાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારનુ ધ્યાન આપવામાં આવ્યું નથી. ત્યારે આજે લીંબડી તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પોતાના પડતર માંગણીઓને લઇને આજે લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તમામ તલાટીઓ માસ સીએલ ઉતરી આવ્યા હતા ત્યારે ક્યાંકને ક્યાંક અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી જ્યારે આ બાબતે તલાટી કમ મંત્રી મંડળ સાથે વાત કરવામાં આવી તો જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા અમારી માંગણીઓ પુરી કરવામાં નહીં આવે તો આવનાર સમયે જલદ આંદોલન ઉપર ઉતરવા ચિમકી ઉચ્ચારી હતી ત્યારે આજરોજ લીંબડી તાલુકા પંચાયત માસ સીએલ ઉપર ઉતરેલ તલાટી કમ મંત્રી મંડળની મુલાકાતે લીંબડી મામલતદાર આર.એલ.ચૌહાણ આવી પહોંચ્યા હતા અને તલાટી મંડળના તમાંમ સભ્યોની મુલાકાત લીધી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંકલેશ્વરના ભાદી ગામે કરવામાં આવેલ જુગાર રેડ ના મામલા માં સ્થાનિક પોલીસ અધિકારી સહિત 9 કર્મચારીઓ ને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા. !!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વધુ ત્રણ લોકો ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વએ ગાયને ઘૂઘરી ઓછી ખવડાવવા માટે પાંજરાપોળ ટ્રસ્ટીએ અપીલ કરી..જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!