Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના તલાટીઓ આજે માસ સીએલ મુકી તાલુકા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે આંદોલન કરશે

Share

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ થકી સરકાર સામે મુકેલ વિવિધ પડતર માંગણીઓ નો ઉકેલ નહિ આવતા શરૂ થયેલ આંદોલન ના ભાગ રૂપે  આજે તા ૧ લી ઓકટોબર  ના રોજ નેત્રંગ તાલુકા ના તમામ તલાટીઓ માસ સીએલ મુકી રજા પર ઉતરી જઇ ને તાલુકા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે દેખાવો યોજશે અને આજ થી જ તમામ પ્રકાર ની ઓનલાઇન તેમજ મહેસુલી કામગીરી નો બહિષ્કાર કરશે .તો બીજી તરફ તાલુકા ની તમામ ગ્રામપંચાયત મો  આજ થી મહેસુલી કામગીરી બંધ થશે જેને લઇ ને પ્રજાના અનેક પ્રકાર ના કામો અટવાશે   પ્રજા ને હેરાન પરેશાન ભોગવી પડશે. ( પાડા ના વાકે પખાલી ને દામ.)

રાજય તલાટી મહામંડળે તેમની જુની ૧૧ જેટલી માંગણીઓ નહિ સંતોષાતા આદોલનના શ્રીગણેશ કર્યા છે. સરકાર સામે લડત આપવા કાર્યક્રમો જાહેર કરાયા છે. જેના ભાગ રૂપે રાજય તલાટી મહામંડળ ના આદેશ ને લઇ ને નેત્રંગ તાલુકા તલાટી મંડળ થકી તા ૨૦મીએ તલાટીઓ એ કળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. ત્યાર બાદ તા ૨૭મીએ પેન ડાઉન કાર્યક્રમ ને  સફળ બનાવી આજે ૧ લી ઓકટોબર ના રોજ નેત્રંગ તાલુકા ના તમામ તલાટીઓ રાજય તલાટી મંડળ ના આદેશને લઇ ને સામુહિક માસ સીએલ મુકીને નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે હાજર રહીને બેનરો સાથે દેખાવો યોજીને  આજ થીજ તમામ પ્રકાર ની ઓનલાઇન  કામગીરી તેમજ  મહેસુલી કામગીરી નો બહિષ્કાર ચાલુ કરશે. ત્યારબાદ
૭ મી ઓકટોબર ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તમામ તલાટીઓ એક દિવસ ના ધરણા કરશે અને તેમ છતા પ્રશ્રોનો નો નિકાલ નહિ થાય તો અચોક્કસ મુદત હડતાળ પર ઉતરશે

Advertisement

Share

Related posts

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બંધ પડેલા જાહેર શૌચાલય અને સ્નાન ગૃહ કાર્યરત કરાયા.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોકટરોની ગંભીર બેદરકારી, યુવાનનાં પેટમાં પાંચ વર્ષ સુધી રહ્યું ચપ્પુ

ProudOfGujarat

NSUI ના પ્રમુખ યોગેશ પટેલે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થી માટે અલગથી વેકશીનેશન સેન્ટર ઉભું કરવા બાબતે ભરૂચ કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!