એક તરફ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં કભી ખુશી કભી ગમનો માહોલ સર્જાઈ રહ્યો છે. એક તરફ કેટલાક લોકો વિરોધી પક્ષને તરછોડી અને કોંગ્રેસમાં પ્રવેશી રહ્યા છે ત્યારે બીજી તરફ ભરૂચ શહેર કોંગ્રેસના મંત્રી પદ પરથી એડવોકેટ સરફરાજ શેખના રાજીનામાંથી ભરૂચ શહેર કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો હોવાની ભીતિ સર્જાઈ રહી છે.
આજરોજ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિમાં 50 થી વધુ લોકો જોડાયા હતા. ભરૂચ તાલુકા અને ભરૂચ શહેરની પેટાચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાથી છેડો ફાડીને મહત્વના લોકો આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસણી વિચારધારા સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. ત્યારે બીજી તરફ શહેર કોંગ્રેસના મંત્રી પદ પરથી એડવોકેટ સરફરાજ શેખે રાજીનામું આપ્યું કોંગ્રેસ પક્ષના મનમાં ઊભા થઈ રહ્યા છે.
એડવોકેટ સરફરાજ શેખે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો હતો અને જણાવ્યુ હતું કે હું આભાર માનું છું કે પક્ષ દ્વારા મને માતૃ પદ તરીકેની કામગીરી સોંપવામાં આવી અને ભરૂચની જનતા માટે ઘણું કામ કર્યું છે અને આવનારા સમયમાં પક્ષ સાથે રહીને વોર્ડ નંબર 10 અને સમગ્ર ભરૂચના પ્રશ્નોનાં હલ માટે પક્ષનો સાથ આપશે.