· મોટાભાગના (64 ટકા) ભારતીયો 29 મી સપ્ટેમ્બરના આવતા વર્લ્ડ હાર્ટ ડે થી માહિતગાર છે.
· 77 ટકા લોકો નિયમિત રીતે સમગ્ર ચેક-અપ માટે જાય છે, પણ 70 ટકા લોકો જ એવા છે, જેઓ હૃદયના ચેક-અપ માટે જાય છે, પણ તે વર્ષમાં એક જ વખત
· ફક્ત 63 ટકા ભારતીયો જ કાર્ડિયો વેસ્ક્યુલર રોગ વિશે જાગૃતતા કે યાદને દર્શાવે છે.
2020નું વર્ષ એ ખૂબ જ મહત્વનું રહ્યું છે કે કેમ કે તેને વેલનેસ (સુખાકારી) અને ઇલનેસ (માંદગી) બંને તરફ લોકોના દ્રષ્ટિકોણને બદલી નાખ્યો છે. આપણે વર્લ્ડ હાર્ટ ડે 2021 એ પહોંચ્યા છીએ ત્યારે, એવું દેખાઈ રહ્યું છે કે, નિવારક પદ્ધતિઓ દ્વારા વેલનેસમાં રસ વધ્યો છે, અત્યંત આરોગ્ય-સભાન વ્યક્તિઓના આ નવા સમૂહમાં હજી પણ ચોક્કસ રોગ જેવા કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (સીવીડીએસ) વિશે મુશ્કેલ જાગૃતતાનો અભાવ છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ અનુસાર, 51 ટકા જવાબદાતાઓ એવું માને છે કે, ભારતમાં મૃત્યુના કારણોમાં સીવીડીએસએ મુખ્ય કારણમાંનું એક છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્સ્યુરન્સ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, કંપનીનો હેતુ કાર્ડિઓવેક્લ્યુર રોગ જાગૃતતા તથા સમજણ આપવાનો છે. આ અભ્યાસમાં કોવિડ-19ની અસર અને આ સમયમાં લોકો કઈ રીતે તેમના માનસીક તનાવને સંભાળે છે તથા હૃદય સંબંધિત સમસ્યા અંગે પણ ઉંડાણપૂર્વક તપાસ કરે છે.
લોકોની દ્રષ્ટિ અને સીવીડીની સમજણનું ઉંડાણપૂર્વક મૂલ્યાંકન મેળવવા માટે, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સએ સમગ્ર ભારતમાં મેટ્રોસ, ટીયર 1, ટીયર ટુ શહેરોના અલગ-અલગ ઉંમરના જૂથના, વિવિધ કામ કરતા સ્ટેટસ જેમાં આંશિક વર્ક ફ્રોમ હોમ તથા સંપૂર્ણ વર્ક ફ્રોમ હોમ, ઉપરાંત બંને આરોગ્ય વીમા ધારકો તથા વીમા ધારક ન હોય એવા 1490 ઉત્તરદાતાઓ પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં આગળ જણાવ્યું હતું કે, 77 ટકા લોકો નિયમિત રીતે ઓવરઓલ ચેકઅપ કરાવે છે, તેમાંથી ફક્ત 70 ટકા લોકો જ હૃદયની ચકાસણી માટે જાય છે, તે પણ વર્ષમાં એક જ વખત.
આરોગ્ય અને વેલનેસ સર્વેના તારણો અંગે જણાવતા, શ્રી સંજય દત્તા, ચીફ- અંડરરાઈટિંગ, રિઇન્સ્યુરન્સ અને ક્લેમ્સ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ખાતે કહે છે, “રોગની જાગૃતિનો અભાવ તથા આપણા આરોગ્ય પર રોગચાળાની અસરની તિવ્રતાની સાથે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી વધુ મુશ્કેલ છે. સ્વસ્થ્ય હૃદયની લાઈફસ્ટાઈલએ કોઈની રોગપ્રતિકારક સિસ્ટમ માટે એક પૂરવણી જેવું છે. પ્રવૃતિશીલ લાઈફસ્ટાઈલની સાથે આપણા માનસિક આરોગ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, કેમકે હાલના ઝડપી જીવનની આસપાસ તનાવ- ચિંતા જલ્દી પકડ બનાવે છે. આજના સમયમાં પોતની જાત તથા પરિવારના સભ્ય માટે હેલ્થ ઇન્સ્યુરન્સ લેવો પણ એટલો જ મહત્વનો છએ, કેમકે મેડિકલ કેર હવે વધુ મોંઘું બની રહ્યું છે. આનાથી લોકોના મનમાં થોડી આરોગ્યની તથા નાણાકીય સલામતી ઉભી થાય છે, જે થોડી માનસિક શાંતિ આપે છે.
ભારતીયોમાં જાગૃતતા, સમજણ અને સજ્જતા
સર્વેના ખુલાસા અનુસાર મોટાભાગના (64 ટકા) ભારતીયો જાણતા હતા કે, વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી 29મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. તેમ છતા પણ યુવાનો (45 વર્ષથી નીચેની ઉંમર)માં હૃદયરોગ સંબંધિત કેસોમાં વધારો થયો છે. બે તૃતિયાંશ (63 ટકા) કરતા પણ ઓછા ઉત્તરદાતાઓ જાણતા હતા કે, આજના સમયમાં સીવીડી નાની ઉંમરના લોકોને પણ અસર કરે છે. એ જ રીતે, 40 થી વધુ ઉંમરના લોકોમાં જાગૃતતા ઘણી ઓછી હતી, જ્યાં નબળાઈ સૌથી વધુ છે. સર્વેમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, એક તૃતિયાંશ કરતા પણ વધુ લોકો હૃદયરોગના હુમલામાં મદદરૂપ એવી પ્રાથમિક સારવારથી અજાણ હતા.
પ્રશ્નોમાં સીવીડીના કારણો વિશે જવાબદાતાની માહિતીમાં જાણવા મળ્યું કે, ઉત્તરદાતાઓ માને છે કે, કોલેસ્ટ્રોલ અને હાયપરટેન્શન (57 ટકા), તનાવ (55 ટકા) અને સ્થુળતા (52 ટકા)એ હૃદયરોગના ટોચના કારણો છે. તેનાથી વિરુદ્ધ 18 ટકા ઉત્તરદાતાઓ હૃદયની બિમારીના આ ટોચના 3 કારણોથી સંપૂર્ણપણે અજાણ હતા. ટોચના મેટ્રો અને ટીયર 1 શહેરો જેવા કે, દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ અને અમદાવાદની પાસે હૃદયની બિમારીઓના મુખ્ય કારણો અંગેની જાગૃતતા ઓછી હતી. વધુમાં એવું પણ જાણવા મળ્યું કે, હૃદયની બિમારીથી પિડાતા હોય એવી મહિલાઓ (44 ટકા) કરતા પુરુષો (50 ટકા) ટોચના 3 મુખ્ય કારણો વિશે વધુ જાગૃત હોય છે.
લોકોના હૃદય પર કોવિડ-19ની ચિંતા
રોગચાળા દરમિયાન જાગૃતતા હોવા છતા પણ હૃદયના દર્દીઓની નિયમિત તપાસ અટકી છે. રોગચાળા પહેલા 92 ટકાની તુલનામાં રોગચાળા દરમિયાન હૃદયની બિમારી ધરાવતા લોકોનું વાર્ષિક ચેકઅપ ઘટીને 77 ટકા જેટલું થયું હતું. જેમજેમ રોગચાળો ઘટતા, લોકડાઉન ખૂલતા આ સંખ્યા ધીમે-ધીમે વધીને ફરીથી 83 ટકાએ પહોંચી ગઈ હતી. આગળ થયેલા હૃદયની બિમારીથી પિડીત વ્યક્તિઓ પર નજર કરીએ તો, 56 ટકા લોકોને કોવિડ થયો હતો અને તેમાંથી 25 ટકાને તો, તેમની સાથે રહેતા પરિવારમાંથી જ ચેપ લાગ્યો હતો. હૃદયરોગથી પિડાતા લોકોમાં પુરુષો (43 ટકા) કરતા મહિલાઓ (69 ટકા)એ કોવિડ પ્રત્યે વધુ નબળાઈ બતાવી હતી. વધુમાં 40ની ઉંમરથી વધુના હૃદય સંબંધિત રોગોથી પિડાતા લોકોને કોવિડનો ચેપ વધુ (64 ટકા) હતો, તેની સરખામણીએ નાની ઉંમર 41થી નીચે (53 ટકા)માં આ ચેપ જોવા મળ્યો હતો.
જેમ પહેલેથી બિમારી હોય તેવા લોકોને તેને શારીરીક રીતે અસર કરી હતી, સ્વસ્થ લોકોએ માનસીક તણાવમાં વધારો અનુભવ્યો હતો અને સાથોસાથ હૃદય હુમલાનું પણ જોખમ રહેલું છે, જેમાં પોણા ભાગના લોકોનું માનવું હતું કે કોવિડ થવાથી તેનું જોખમ વધી જાય છે. આ માન્યતા પોલીસી ના ધરાવનારા ( 63 ટકા) લોકો કરતાં ઈન્સ્યોરન્સ પોલીસી ધરાવતા (82 ટકા) લોકોમાં વધુ મજબુત હતી. એવી જ રીતે, આ માન્યતા જેમને પોતાને કોવિડ થયો હોય તેમના પરિવારના સભ્યો (76 ટકા) કરતાં જેમને થયો હોય તેઓમાં ખુબ જ વધુ હતી.
વધતો તણાવ એ મહામારીની બીજી દશા તરીકે બહાર આવ્યો છે, સર્વેમાં જાણવા મળ્યું છે કે 1/3 લોકો જણાવે છે કે કોવિડ પછી તેમનું તણાવનું પ્રમાણ વધ્યું છે, તેમાંથી 51 ટકાને પોતાને કોવિડ થયો હતો જ્યારે 38 ટકાના પરિવારનો સભ્ય તેમની સાથે રહેતો હતો જેમને વાઈરલ રોગ થયો હોય. વધુ ઉંડાણમાં જતાં, અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે 2/3 લોકો જેમને કોવિડ થઈ ગયેલો છે તેમને હૃદયને લગતા પ્રશ્નોનો સામનો કર્યો છે. આ સમસ્યા ટાયર 1 અને 2 શહેરોમાં( 67 ટકા)ની સરખામણીએ મેટ્રો શહેરોમાં (55 ટકા) એકંદરે ઓછી છે.
બદલાતી જીવનશૈલીમાં એક આશાનું કિરણ
એક સારી રીતે જોઈએ તો, સર્વેમાં જાણવા મળ્યું છે કે 1/3 લોકો હૃદયની સ્વસ્થતાની ખાતરી કરવા પોતાની જીવનશૌલી, ડાયટ અને પર્યાવરણમાં જરૂરી બદલાવ લાવી રહ્યા છે અથવા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. આ મોટી ઉંમરના (41-50 વર્ષ)માં ખાસ જોવા મળ્યું છે, કેમ કે તેઓ યુવા વયના વર્ગની સરખામણીએ આ બદલાવ વિશે વધુ જાણે છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે જેમને કોવિડ નથી થયો તેમના કરતાં જે લોકો માને છે કે કોવિડ-19માં હૃદય હુમલા અને સ્ટ્રોકનું જોખમ વધુ છે ( 2/5થી વધુ)તેઓમાં જીવનશૈલીમાંહકારાત્મક બદલાવ લાવવાની ક્ષમતા વધુ છે. અહિંયા સ્ત્રીઓ અગ્રીમતા લે છે, કેમકે 45 ટકા સ્ત્રીઓ જે પુરષો 32 ટકાની સરખામણીએ વધુ સારા જરૂરી એવા બદલાવ લાવી રહી છે જેથી હૃદયની સ્વસ્થ રાખી શકાય.
રીપોર્ટનું તારણ કાઠતા, શ્રી દત્તા જણાવે છે કે સર્વે માં જાણવા મળ્યું કે લોકો માટે સ્વસ્થ રોજીંદા જીવન માટે સૌથી મોટી પ્રેરણા માનસીક સ્વસ્થતા અને સ્વસ્થ જીવનશૈલી અંગેની જાગૃતતા છે. દરેકના જીવનમાં તેમના પરિવારનું સ્વાસ્થ પણ માનસીક સ્વાસ્થ જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે કેમ કે સર્વેમાં જાણવા મળ્યું છે કે પોતે કોવિડથી પિડાતા હોય તેવા ( 50 ટકા) કરતાં જે લોકોના પરિવારના સભ્યો કોવિડથી પિડાતા હોય (62 ટકા) તેઓ માનસીક સ્વાસ્થ સુધારવા માટે વધુ પ્રેરક બને છે. આ સામૂહિક દૃષ્ટીનો મહત્વનો બદલાવએ નાણાકીય રીતે, માનસીક રીતે અને શારીરીક રીતે વધુ રોકાણ કરવાની વૃતિને પ્રેરણા આપી છે, અને પોતાના અને પ્રિયજનોના સર્વગ્રાહી વિકાસને જાળવવા માટે પહેલ કરાવી છે.
સુચિત્રા આયરે