સરકારલક્ષિ લોક પ્રશ્નોને લઈ રાત્રી સભાઓ કરાઈ હતી . જે રાત્રી સભાના ફોટા સાથે થયેલ લોક પ્રશ્ન અને સ્થળ નિકાલ પ્રશ્નનો તાલુકા સ્તરેથી જિલ્લા સ્તરે રિપોર્ટ કરાય છે. પરંતુ તાલુકાના અધિકારી જે તે વિભાગને કાગળ લખી છૂટી જાય છે પછી કોઈ જોવા પણ જતું નથી કારણ કે આ સરકારમાં અધિકારી ઓને કઈ પડી નથી. તેમ ગામે ગામ લોકો જણાવી રહ્યા છે. નાના મોટા પ્રશ્ન હલ થતા નથી. ત્યારે બગલીયા ગામ 1700 ની વસ્તી ધરાવતું ગામ છે. જે ગામમાં 22 ડિસેમ્બર 2020 ના રોજ રાત્રી સભા તાલુકાના તંત્ર યોજી હતી. જે જગ્યાએ રાત્રી સભા હતી તે શાળાનો મુખ્ય પીલ્લર જરા તૂટેલી હાલતમાં છે. જેને રિપેરીંગ કરવા રજૂઆત કરાઈ હતી.
પરંતુ 10 માસ વીતી ગયા છતાંય રાત્રી સભાનો પ્રશ્ન હલ થયો જ નથી કારણ કે આ સભાઓ ફક્ત અધિકારીઓ ભેગા થાય લોકોને સારું લાગે અને નાના પ્રશ્ન હલ થયાની વાત કરે ફોટો શેશન કરી રાત્રી સભા પૂર્ણ કરે તેમ ગ્રામજનોને લાગી રહ્યું છે. બગલીયા શાળા બે માળની છે. નીચેનો પીલ્લર 3 ઈંચ ખસી ગયો છે અને શાળા ગમે ત્યારે એકબાજુ તૂટે તેવું ગ્રામજનો હાલની પરિસ્થિતિ જોતા જણાવ્યું છે.
શાળાનો પીલ્લર ભારે વરસાદ થાય અને તૂટી જાય તો જવાબદાર કોણ ? શિક્ષકો, બાળકો હાલ જીવના જોખમે શાળામાં બેસી રહ્યા છે. સૌથી મોટું શિક્ષણનું બજેટ હોય હજુ રાત્રી સભાની રજૂઆત બાદ પણ કોઈ અધિકારી આ પ્રશ્ન હલ કરવા પ્રયાસ કર્યા નથી. ત્યારે રાત્રી સભા ફક્ત કાગળ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા વજુમા ગામે કોમ્યુનિટી હોલ પડ્યો હતો. તેમ શાળા પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર