Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પાણી પાણી થયું : નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર ડૂબ્યા.

Share

હવામાન ખાતાની આગાહી અનુસાર ભરૂચ પંથકમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જણવામાં આવી હતી તે પ્રમાણે ગતરોજ બપોરથી જ વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી.

ગતરોજ બપોરથી કાળા વાદછાયા વાતાવરણ સાથે ધોધમાર વરસાદ સર્વત્ર ભરૂચમાં શરૂ થવા પામ્યો છે જે આજરોજ સુધી પણ શરૂ છે જેને લઇને લોકોના ઘરોમાં એકાએક પાણી ઘૂસી આવ્યા છે જેને પગલે સૌરાષ્ટ્રમાં આવેલા પૂરની ભીતિ સર્જાઈ રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

ગત બપોરથી ગાઢ વાતાવરણ વચ્ચે લગભગ ચાર વાગ્યાના અરસાથી જ વરસાદ શરૂ થયો હતો. સવારના 06 કલાક સુધીમાં વરસેલ વરસાદ :

– 5.5 ઇંચ હાંસોટ
– 4 ઇંચ અંકલેશ્વર
– 4 ઇંચ વાલિયા
– 4 ઇંચ વાગરા
– 3.5 ઇંચ ભરૂચ
– 3 ઇંચ ઝઘડિયા
– 3 ઇંચ નેત્રંગ
– 2 ઇંચ જંબુસર
– 1.5 ઇંચ આમોદ

Advertisement

જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ 96 ટકાએ સ્પર્શયો છે.

રિદ્ધિ પંચાલ, ભરૂચ


Share

Related posts

ખેડા : જેમ્સ ઇન્ડિયન સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા પોસ્ટકાર્ડ લેટર ઉપર ચિત્ર દોરી પત્રો પોસ્ટ કર્યા

ProudOfGujarat

ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ સંતોષી નવી વસાહત વિસ્તાર માં ચોમાસા ના માહોલ વચ્ચે ગંદકી અને ભુવા પડતા લોકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ ઉભો થયો હતો…..

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના હજાત ગામેથી કુખ્યાત બુટલેગરને ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!