કોંગ્રેસ પાર્ટી એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિમાં એકવાર ફરી દેખાઇ રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેેસ અધ્યક્ષપદે પરથી રાજીનામું આપી દીધુ છે.પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હોબાળો થયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું આપી દીધું છે. પંજાબના રાજકારણમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. હવે નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે. મહત્વનું છે કે પંજાબના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ઉથલપાથલ ચાલી રહી છે. પહેલા મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યું હતું. પરંતુ તેમણે કહ્યુ છે કે તે કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, તે કોંગ્રેસના સભ્ય તરીકે યથાવત રહેશે.
પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હંગામો થયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું આપ્યું હતું. જણાવી દઇએ કે, પંજાબનાં રાજકારણમાં રાજકીય ઉથલપાથલ ખતમ થવાનું નામ નથી લઈ રહી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનાં રાજીનામા બાદ હવે તેમના પ્રતિસ્પર્ધી સાથી નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ એકમનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહ સિદ્ધુનાં રાજીનામાનું કારણ જાણી શકાયું નથી પરંતુ તેમણે કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં બની રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં રાજીનામું આપતા લખ્યું છે કે, તેઓ કોંગ્રેસનાં સભ્ય તરીકે બની રહેશે.નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને મોકલેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમજૂતીથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય વિશે કોઈ સમજૂતી કરી શકુ એમ નથી. તેથી પંજાબમાં પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું.નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, કોઈ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમજુતિથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્યને લઈને સમજુતિ નથી કરી શકતો. તેથી હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી તત્કાલ રાજીનામુ આપુ છું. પંજાબમાં આજે નવા મંત્રીઓને વિભાગની ફાળવણી કરવામાં આવી છે અને તેની થોડી કલાકો બાદ જ સિદ્ધુએ સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે. તેની પાછળ કોઈ મહત્વપૂર્ણ કારણ છે.
નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામું એટલે ચોંકાવનારુ છે, કારણકે કોંગ્રેસ હાઈકમાન્ડે જ તેમને પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. તે સાથે જ તેમની સાથેના વિવાદના કારણે જ કેપ્ટન અમરિંદર સિંહે તેમનું પદ છોડ્યું હતું.કેપ્ટન અમરિંદર સિંહે પદ છોડ્યા પછી જ કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ તાજેતરમાં જે રીતે પંજાબમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું તેનાથી નવજોત સિંહ સિદ્ધુ ખુશ નહતા.ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી બન્યા પછી જે પ્રમાણેની તસવીરો સામે આવી હતી તે વિશે પણ ઘણાં વિવાદ શરૂ થયા હતા. તેમાં નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો હાથ પકડેલો હતો. તેના કારણે કોંગ્રેસની અંદર આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.