અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે, ચોરી કરનારા ચોરો બેફામ બન્યા છે ત્યારે પોલીસ દ્વારા ચોરીના ગુનાના કેસો શોધી કાઢવાની કામગીરી હાથ ધરાઇ છે.
આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાના તથા તેના આરોપીઓ શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામા આવી હતી. જેને આધારે અંકલેશ્વર તાલુકાનાં સર્કલ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમ્યાન રેલ્વે સ્ટેશન તરફથી એક નંબર વગરની એક્ટીવા આવતા એક્ટીવા ચાલકને રોકી સદર ઈસમ પાસે એક્ટીવા ટુ-વ્હીલરને લગતા આર.ટી.ઓ માન્ય કાગળો/વાહન માલીક બાબતે ખરાઈ કરતા શંકાસ્પદ જણાઈ આવતા એક્ટીવા ટુ-વ્હીલરના એન્જીન નંબર તથા ચેચીસ નંબર ચેક કરતાં જાણવા મળ્યું હતું કે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ સ્ટેશન ચોકી વિસ્તાર પરથી એક દીવસ અગાઉ ચોરી થયેલાની માલુમ પડતા આરોપી અજય પુનમભાઈ પટણીની સઘન પુછપરછ કરતા બે જેટલા એક્ટીવા ટુ-વ્હીલર ચોરી કરેલાની કબુલાત કરી હતી જેની અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર