ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામથી બોરીપીઠા ગામ થઈ તાલુકા મથક સુધીના રસ્તાની આજુબાજુ ઝાડી ઝાંખરાં વધી જતાં રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે. રસ્તાની બાજુમાં ચોમાસા દરમિયાન ઉગેલા ઝાડ અને વેલાંઓને કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. રસ્તો એટલો સાંકડો થઈ ગયો છે કે સામેથી કોઈ ફોરવ્હીલ ગાડી આવે તો ટુ વ્હીલ ગાડી પસાર કરવી ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. રસ્તો સાંકડો થવાને કારણે આ રસ્તા ઉપર માર્ગ અકસ્માતમાં વધારો થયો છે. બાઈક ચાલકને સામેથી આવતા ફોરવ્હીલ વાહનનો અંદાજ ન આવતા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય છે. માર્ગ મકાન વિભાગમાં રસ્તાની સાફ સફાઈ માટે નાણાંકીય જોગવાઈ હોય છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તાની સાઈડ સફાઈ થાય તેવી સ્થાનિક લોકોની માંગ છે.
તાહિર મેમણ
Advertisement