માંગરોળમાં ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી નિમિષા સુથારને તાત્કાલિક ધોરણે મંત્રી પદેથી હટાવવા માંગ કરી છે.
માંગરોળ મામલતદાર કચેરી ખાતે ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આદિવાસી કાર્યકર્તાઓ મામલતદાર કચેરી ખાતે બેનરો પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને સંબોધીને લખેલું એક આવેદનપત્ર માંગરોળના મામલતદારને સુપ્રત કરી જણાવ્યું કે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખોટા આદિજાતિના પ્રમાણપત્રને લઇ વિવાદોમાં ઘેરાયેલા છે. ખોટી રીતે આદિજાતિના પ્રમાણપત્ર મેળવી અનુસૂચિત આદિજાતિની બેઠક ઉપરથી તેઓ બિનઅધિકૃત રીતે ચૂંટણી લડી વિજેતા બન્યા છે અને રાજ્યની નવી સરકારમાં આદિજાતિ વિભાગના મંત્રી બન્યા છે તેઓ વિરુદ્ધ હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે અને આ કેસનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓને મંત્રી પદેથી દૂર કરવામાં આવે એવી માંગ આદિવાસી સમાજની છે ખરેખર એ બાબત આદિવાસી સમાજના અપમાન સમાન છે ત્યારે મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ આ બાબતે યોગ્ય નિર્ણય કરી આદિવાસી સમાજ ની માગણી સંતોષી તેમને હોદ્દા પરથી દૂર કરે તે જરૂરી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ