Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ જીઆઈડીસી સ્થિત જલધારા બેવરેજીસ કંપનીમાંથી સવા ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ રેસક્યુ કરાયો.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત જીઆઈડીસી માં આવેલી જલધારા બેવરેજીસ કંપનીમાં એક કોબ્રા જાતિના સાપે દેખા દેતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોઈ જળચર પ્રાણીઓ દેખા દેવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે.

આવી જ એક ઘટના પાલેજ સ્થિત જીઆઇડીસીમાં આવેલી જલધારા કંપનીમાં સામે આવી હતી. જલધારા કંપનીના પ્રવેશદ્વાર પાસે સવા ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ નજરે પડતા મહેબૂબભાઈ દિવાન રહે. કરજણ નાઓએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ માંચવાળાને જાણ કરતા મુબારક પટેલે પાલેજ ખાતે આવી પહોંચી કોબ્રા સાપનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કર્યું હતું. કોબ્રા સાપનું રેસ્ક્યુ કરાતા કંપનીના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

યુવતીનો પીછો કરનાર ત્રણ રોમિયોનો વિડીયો વાયરલ થતાં વડોદરા શી ટીમ એ ત્રણેયને ઝડપી કાર્યવાહી કરી

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે એસટી ડેપો નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી નવ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

સાઉથ આફ્રિકાથી ભરૂચના બહાદુર બુરજના મકાનની માંગણી રૂ.1 કરોડમાં કરાઈ…. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!