આજરોજ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશમાં ત્રણ કૃષી કાયદા રદ કરવાની માંગ સાથે ભારત બંધમાં જિલ્લા કોંગ્રેસ અને ખેડૂત સંગઠન અને આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ABC સર્કલ ખાતે ચક્કાજામ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
તે સહિત આગેવાનો અને કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતો અને વિપક્ષ દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઇ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં સમગ્ર દેશ, રાજ્ય અને જિલ્લાનો દરેક ખેડૂત આજે દુખી છે જે રીતે સરકાર દ્વાર કૃષિ વિધાયક કરી સમગ્ર દેશના ખેડૂતોને છેતરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશના ખેડૂતો આજે બંધના એલાનમાં જોડાયા છે. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખેડૂતોના હિત કલ્યાણના સમર્થનમાં સાથે જોડાયા હતા. આવનારા સમયમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે.
ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્ર સિંહ કરમરિયાના જણાવ્યા પ્રમાણે, આજરોજ રાષ્ટ્રીય કિસાન સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ખેડૂત સંગઠન તેના સમર્થન ઉતર્યું છે. ગુજરાત રાજ્યના 24 જેટલા સંગઠનોએ પણ સમર્થન કર્યું છે ત્યારે તેના ભાગરૂપે ભરૂચ તાલુકાનાં ખેડૂતોના પ્રતિનિધિઓએ ભરૂચ ખાતે વિરોધ પ્રદર્શનમા ઉપસ્થિત રહી બહોળો પ્રતિસાદ આપ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતોની વાતને અનસુની કરાઇ રહી છે ત્યારે ખેડૂતો રોષે ભરાયા છે અને ખેડૂતો પોતાના હક અને ન્યાય માટે કાળા નિયમો રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે.
ભરૂચ અને તેની આસપાસનો વિસ્તાર કેમિકલ યુકત વાયુ પ્રદૂષણથી નુકશાન પામી રહ્યો છે ત્યારે ખેડૂતોને પોતાના હકનું વળતર મળવું ખૂબ જ આવશ્યક છે. વાતાવરણમા ઝેરી કેમિકલ ફેલાવાને કારણે તુવેર, કપાસના પાકો સંપૂર્ણપણે નષ્ટ થવા પામ્યા છે.
રિધ્ધી પંચાલ, ભરુચ