મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ખાતે માનવ ધર્મના પ્રણેતા ગૌતમ બુદ્ધ તથા બોધિસત્વ ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચારોને આધિન ધમ્મ ચેતના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુધ્ધિષ્ટ અકાદમી ઓફ ગુજરાતના આયુ. રમેશભાઈ બેન્કર, આયુ. મિલિંદ પ્રિયદર્શી, જયંત વસુબંધુ, અમર સોલંકી, સી.કે.પરમાર તેમજ ચલો બુદ્ધ કી ઓર ટીમમાંથી ડૉ.દિનેશભાઇ પરમાર, પ્રોફેસર નરેશભાઈ વાઘેલા, આર.એફ ઓ વી.ડી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. બુધ્ધવંદના ત્રિશરણ, પંચશીલથી કાયૅક્રમની શરૂઆત કરવામાં આવી હતી મહેમાનોએ જુદા જુદા વિષયો પર વક્તવ્યો આપ્યા હતા. જેમાં તથાગત બુધ્ધ, ડૉ.બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફુલે અને આપણા મહાપુરુષોના વિચારોને આધિન બૌદ્ધિક વિચારો રજુ કરવામાં આવ્યા. ખાનપુર તાલુકામાંથી તેમજ અન્ય તાલુકા, જિલ્લામાંથી ધમ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા નિલાબેન એમ.એસ.ડબલ્યુ કોલેજ પરીવાર, સંસ્થાના માલિક નિલાબેન તથા નરેન્દ્રભાઈ સોલંકીનો ખુબ ઉમદા સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં ધમ્મપાલનગાથા રજુ કરવામાં આવી. ધમ્મ ચેતના શિબિરમાં ઉપસ્થિત રહેલા તમામ ધમ્મબંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી