આજરોજ ભરૂચ જિલ્લા નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વ્યપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઈવેટ બેન્કો, પ્રાઈવેટ સ્કૂલો દરેક પ્રકારના ક્લાસીસ, કેબલ ઓપરેટર, વીમા એજન્ટો, સોલીસીટરો, કાયદા વ્યવસાય, આર્કિટેક તથા એન્જિનિઅર, કન્સલ્ટન્ટો, એકાઉન્ટન્ટો, આંગડિયા પેઢી, સહકારી મંડળીઓ વગેરે ધંધા ધારકોને સૂચના આપવામા આવી હતી. અંદાજિત જેમાં વ્યવસાય વેરાના વાર્ષિક આવક જેઓની 2.5 લાખથી સુધી હોય તેઓને 500, 2.5 થી 5 લાખ સુધીની આવક ધરાવતા લોકોએ 1,000 અને 5 થી 10 લાખ આવક ધરાવતા વ્યવસાયકારોએ 1500 પ્રમાણે વેરો ભરવાનો હોય છે જેમાં આખરી તારીખ 30 મી સપ્ટેમ્બર આપવામાં આવી છે.
કોરોના મહામારીમાં દરેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે જેમાં લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે તે જ રીતે નગરપાલિકાને પણ વ્યવસાય વેરાથી રાહત થઈ શકે તેમ છે જેથી વહેલી તકે લોકો દ્વારા વેરો ભરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું જે બાદ અમુક પ્રકારની પેનલ્ટીઓ લગાડવામાં આવશે. હાલ સુધી ભરૂચ નગરપાલિકા દ્વારા લગભગ 98 લાખ જેટલો વ્યવસાયવેરો જમા કરવામાં આવ્યો છે અને હાલ સુધી 1 કરોડ જેટલાનું ભંડોળ એકઠું કરવાનું બાકી છે. અને સમયસર જો વેરો ભરવામાં નહીં આવે તો સંસ્થાના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાહેરનામામાં જણાવામાં આવ્યું હતું.