આલીપોર મુસ્લિમ એસોસિયેશન સંચાલિત કે એન્ડ બી સાર્વજનિક હાઇસ્કુલ પ્રાથમિક વિભાગમાં બાળકોના ધ્યેય નિર્માણ જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમનો પ્રારંભ કિરાયત-પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ પ્રાથમિક વિભાગના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી સુમૈયા શેખ દ્વારા વાલીઓને શાબ્દિક આવકાર કરવામાં આવ્યો હતો. શાળાના સિનિયર શિક્ષક જિતેન્દ્ર એલ. પટેલ દ્વારા ગણિત વિજ્ઞાન વિષય વિદ્યાર્થીઓ માટે કેટલો મહત્વનો છે અને એ વિષયમાં બાળકોને કેવી રીતે રસ લેતા કરી શકાય તે માટે સદ્રષ્ટાંત વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
ઉચ્ચત્તર માધ્યમિક અંગ્રેજી શિક્ષક શ્રી આરીફ સૈયદ દ્વારા બાળકોના કારકિર્દી ઘડતર માટે અંગ્રેજી કેટલું ઉપયોગી છે અને એમને ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે ઉપયોગી બની શકે? વાલીઓએએ માટે શું કાળજી લેવી જોઇએ? જેવા મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્ય સફી એમ. વ્હોરા દ્વારા બાળકોના ભાવિ માટે ‘ધ્યેય નિર્માણ’ કરવુ કેટલું જરૂરી છે. એ ધ્યેય દ્વારા યોગ્ય દિશામાં બાળક કેવી ઉત્તમ રીતે આગળ વધી શકે.અને વાલીઓ એમને કેવી રીતે મદદરૂપ થઇ શકે જેવી બાબતોની રસપ્રદ શૈલીમાં પ્રભાવિક રીતે રજૂઆત કરી હતી તથા આચાર્યએ કહ્યું હતું કે પાંચ તત્વો- ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વાલી અને વિદ્યાર્થી ભેગા થાય ત્યારે બાળકોના ભાવિનું ઘડતર થાય ઉપરાંત વાલીઓ સાથે પ્રશ્નોત્તરી દ્વારા બાળકોનુ સારુ સ્વાસ્થ્ય શિક્ષણ માટે ખૂબ જરૂરી છે એવું સૂચિત કર્યું હતું. તેમજ ભૌતિક સુવિધા માટે મેનેજીંગ ટ્રસ્ટી સલીમભાઈ પટેલ સાહેબ અને દેશ-વિદેશના દાનવીરો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાથમિક વિભાગના શિક્ષિકા મિતલબેન સી. પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ મનોહર રીતે શ્રીયાસ્મીનબેન એ. ફુલત દ્વારા કરવામાં આવ્યું હતું. અને પ્રાથમિક વિભાગના તમામ શિક્ષિકાઓને સેમિનારના સફળ આયોજન માટે આચાર્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ