અંકલેશ્વર ખાતે સન ફાર્મા કોમ્યુનિટી હેલ્થકેર સોસાયટી દ્વારા ડો. ઝરીયાબ મલિક અને સ્ટાફના જાગૃતિબેન અને સંગીતા બેનના માર્ગદર્શન હેઠળ હાંસોટ તાલુકાના ઘોડાદરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં મૌખિક સ્વચ્છતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સન ફાર્મા કોમ્યુનિટી હેલ્થકેર સોસાયટી દ્વારા હાંસોટ તાલુકાના ઘોડાદરા ગામની પ્રાથમિક શાળા ખાતે મૌખિક સ્વચ્છતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનું મૌખિક ચેકઅપ કરી મૌખિક સ્વચ્છતા” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજીને ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું.
શિબિરનો મુખ્ય હેતુ બાળકોને મૌખિક સ્વચ્છતા વિશે શિક્ષિત કરવાનો હતો તથા વિદ્યાર્થીઓ માટે મૌખિક ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને “મૌખિક સ્વચ્છતા” વિષય પર ચિત્ર સ્પર્ધા પણ યોજાઇ હતી અને ઇનામ આપી વિદ્યર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. આરોગ્ય શિબિરમાં શાળા આચાર્ય મુકેશભાઈ વસાવા, સ્કૂલ સ્ટાફ સાથે ૩૯ વિદ્યાર્થીઓએ કોવિડ ગાઇડલાઇન અનુસરી ભાગ લીધો હતો.
અંકલેશ્વર : સનફાર્મા કોમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી દ્વારા ઘોડાદરા ગામની શાળામાં સ્વચ્છતા શિબિરનું આયોજન થયું.
Advertisement