રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું તા. 24 થી 31 ઓક્ટોબર, 2021 સુધીમાં આયોજન કરવામાં આવનાર છે. જેમાં ધોરણ 6 થી 10 સુધી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને દૈનિક 2 કલાક માટે વર્કશોપનું આયોજન અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે.
આ વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ નિયત નમુનાનુ પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પંચમહાલ, જીલ્લા સેવા સદન ભાગ-2, પ્રથમ માળ, રૂમ નં. 35 ખાતે થી મેળવી તા. 20/10/2021 સુધીમાં સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ અત્રેની કચેરીને મળ્યા બાદ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને સ્થળ અંગેની જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે રાજેશ પારગી (પ્રાંત યુવા વીકાસ અધિકારી) ફોન નં- 6353935657થી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
પંચમહાલ રાજુ સોલંકી