Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત પાંચ લોકોના મોત નિપજ્યાં

Share

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે મોડી રાત્રે પાટીદાર ટાઉનશીપ નજીક ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બંધ પડેલા ટ્રેલરની પાછળ ટ્રાન્સપોર્ટરની સ્વીફ્ટ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા પાંચ રાજસ્થાની ટ્રાન્સપોર્ટરોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. એટલુ જ નહિ, મૃતકોની બોડી કારમાં એવી રીતે ફસાઈ ગઈ હતી કે તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી. તમામ મૃતદેહોને મોરબી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ,અકસ્માત થતાં આજુબાજુના લોકો મદદે પહોચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કારમાં બેઠેલા તમામ યુવકોનો મૃતદેહ કારમાં જ ફસાઈ ગયા હતા. કારણ કે, આખી સ્વીફ્ટ ગાડી જ પડીકુ વળી ગઈ હતી. જેથી કારના પતરાને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પાંચ મૃતકોના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ યુવકો ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ ઘટનાની જાણ થતાં મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા રાજસ્થાની લોકો મોરબી સિવિલે દોડી આવ્યા હતા. પાંચેય ટ્રાન્સપોટર્સ રાજસ્થાનના ગણેશનગરના ટીંબડીના વતની હતા. મૃતકોમાં આનંદસિંગ પ્રભુરામ શેખાવત (ઉંમર 35 વર્ષ), તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.25), અશોક કાનારામ બિરડા (ઉ.વ. 24), વિજેન્દ્રસિંગ અને પવનકુમાર મિસ્ત્રી સામેલ છે. જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મોરબી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લિયર કરીને તેને પુન કાર્યરત કરાયો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:જુગારના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

બનાવટી દસ્તાવેજનું પ્રકરણ ફરી એક વખત ધુણિયું : મહિલા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 3 બની 2020 ની સૌથી સફળ ફિલ્મ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!