ભરૂચ તાલુકાના હિંગ્લોટ ગામના મુનાફ પટેલના ૧૮ વર્ષીય સુપુત્ર કૈફ પટેલની લિમ્પોપો ઇમ્પલાસ ફ્રાન્ચીસ ટીમમાં બેટસમેન તરીકે સિલેકશન થતા હિંગલોટના ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. હિંગલોટ ગામના મુનાફ પટેલ કે જેઓ હાલ દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા છે. તેઓનો સુપુત્ર કૈફ પટેલ કે જેની ૧૮ વર્ષની વય છે. તે કૈફ પટેલ નામના યુવકની દક્ષિણ આફ્રિકાની CSA T – 20 આફ્રિકા કપ ટુર્નામેન્ટમાં બેટસમેન તરીકે પસંદગી થઈ છે.
કૈફ પટેલની દક્ષિણ આફ્રિકા ની CSA T – 20 આફ્રિકા કપ ટુર્નામેન્ટમાં પસંદગીની ખબર હિંગ્લોટ ગામમાં થતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે હાલમાં જ ભરૂચના નબીપુર ગામના બે યુવકોએ દક્ષિણ આફ્રિકા ખાતે NVL ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી નબીપુર ગામ સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લાના વધુ એક યુવકે નાની વયે ક્રિકેટ ક્ષેત્રે પ્રવેશ મેળવી હિંગ્લોટ ગામ સહિત સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કરતા ભરૂચ જિલ્લાવાસીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ તાલુકાના હિંગ્લોટ ગામના મુનાફ પટેલના સુપુત્ર કૈફ પટેલની દક્ષિણ આફ્રિકા ખાતે CSA T – 20 આફ્રિકા કપ ટુર્નામેન્ટમાં પસંદગી.
Advertisement