દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ઘણી નબળી પડી ગઈ છે. વાઇરસને કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને મંગળવારે સંક્રમણના 26 હજાર નવા કેસ આવ્યા તથા 252 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી. જો કે તેમણે સાવધ કર્યા કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસી ન મળી જાય ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને તહેવારો પર બધાએ ભીડથી બચવાની જરૂર છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ 252 લોકોનાં મોત થયાં છે.
આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના હવે મહામારી રહી નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવત્ છે, જોકે તેમણે એલર્ટ કર્યા છે કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને વેક્સિન ના લાગી જાય ત્યાં સુધી સતર્ક રહેવાની જરૂર છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે 25 હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધ રહે તો આ કેસ ધીમે ધીમે ઓછા થતા જશે. જો કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ થશે નહીં. પરંતુ ભારતમાં જેટલી ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે તેને જોતા હવે કોરોનાનું મહામારી સ્વરૂપ લેવું કે મોટા પાયે ફેલાવવું મુશ્કેલ છે.એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલદી સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ઉધરસ, શરદી જેવો થઈ જશે કારણ કે લોકોમાં હવે આ વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે. પરંતુ બીમાર અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે આ વાયરસ હજુ જીવનું જોખમ બની રહેશે.
કોરોનાની ત્રીજી લહેરની વાતો વચ્ચે હવે દેશમાં 12-18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન આવતા મહિનાથી શરૂ થવાનું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેશમાં બાળકોની ટ્રાયલ કોવેક્સિન ભારત બાયોટેક દ્વારા કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે જેના પર ટ્રાયલ ચાલી રહી છે તે બાળકોની સંખ્યા 1000 સુધી પહોંચી ગઈ છે.તેના ત્રીજા ફેઝની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. કંપનીએ કહ્યું હતું કે આવતા સપ્તાહે થર્ડ ફેઝનો ડેટા DGCIને સોંપવામાં આશે. જ્યારે કંપનીનું કહેવું છે કે વેક્સિનનું ઉત્પાદન ઓક્ટોબરમાં 5.5 કરોડ ડોઝ સુધી પહોંચી જશે, જે સપ્ટેમ્બરમાં 3.5 કરોડ ડોઝના આંક કરતાં ઘણો વધારે છે.