ભરૂચ તાલુકા પંચાયતથી નિકોરાની પેટા ચૂટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની સાથે અંદર ખાતે જોડાઈને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાની ટેવ પડેલ જિલ્લા પંચાયતના માજી સભ્ય ઇન્દ્રસિંહ પરમારને કોંગ્રેસ પક્ષમાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સ્વાભિકપણે તેઓ વિસ્તારના આગેવાન હોય એટલે તેઓને કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર નિકોરા વિસ્તારનો કોણ ઉમેદવાર ચાલી શકે તેવા પરમક્ષ માટે સ્થાનિક કક્ષાએ પણ મિટિંગ યોજાતી હોય છે, જિલ્લા કક્ષાએ પણ યોજાતી હોય છે તે સમયે ઇન્દ્રસિંહ પરમારને નિર્ણય લેવા માટે દરેક વસ્તુ પુછવામાં આવતી હતી. હાલમાં ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠકની પેટા ચૂટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયું છે. નિકોરા બેઠકની ચુંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ પક્ષના કાર્યકરોને પક્ષ વિરોધની પ્રવૃતિ કરવા માટે ઇન્દ્રસિંહ પરમાર દ્વારા દબાણ ઊભું કરી અને પક્ષને નુકશાન પહોચાડવાનું કામ થઈ રહ્યું હતું.
અગાઉ પણ તેઓ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચુંટણી વખતે પક્ષના વાહિપણી વિરુદ્ધ મતદાન કર્યું હતું. જે માટે ઇન્દ્રસિંહ પરમારને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે બાદ કોંગ્રેસ પક્ષે તેઓ દ્વારા રજૂઆતને ધ્યાનમાં રાખીને ફરી એક તક તરીકે પક્ષમાં કામ કરવાની મંજૂરી આપી હતી. જે બાદ આજરોજ હાલની પેટા ચુંટણી દરમિયાન પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરવાનું ફરીથી કામ થયેલ હોવાથી તેઓને રૂરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.