Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જીઆઈડીસીમાં આવેલ મિલન ટાંકીમાં એક આધેડ વ્યક્તિ પડી જતાં મોત નીપજયું.

Share

અંકલેશ્વર પંથકમાં ગતરોજ રાત્રિના સમયે એક હોનારત સર્જાઈ હતી. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ મિલન ટાંકીમાં ગત રાત્રીએ અગમ્ય કારણોસર એક આધેડ વ્યક્તિ પડી જતાં તેનું મોત નીપજયું હતું જેમાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મિલન ટાંકીમાં 67 વર્ષીય મચીન્ડદર ભટ્ટ પટેલ રહે. કોસમડીની સાંઈ પુંજા રો હાઉસનું કોઈક અગમ્ય કારણોસર ટાંકીમાં પડી જતાં મોત નીપજયું હતું. જેમાં કારણ બહાર ન આવતા ઘટના તપાસનો વિષય બન્યો છે. પરિવારને આ અંગે જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. જે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી આવ્યો હતો અને ડેડબોડીને ટાંકીમાંથી બહાર કાઢવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અભિનેત્રી કશિકા કપૂર તેના સંઘર્ષના દિવસોને યાદ કરી અને કેવી રીતે તેની આગામી ફિલ્મ તેના માટે નસીબદાર સાબિત થઈ જાણો.

ProudOfGujarat

પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને અપાયુ આવેદનપત્ર

ProudOfGujarat

નડિયાદ : ભૂલી ભવાની પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!